વાપીમાંથી પકડાયેલ જુગારધામમાં વોન્ટેડ ૩ આરોપીઓ મુખ્ય સૂત્રધાર
- byDamanganga Times
- 28 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપી તા. વાપીના મલસ્કે ગીતાનગર ટાંકી ફળિયા રામધારી ચાલ નજીક ઍક મકાન માંથી સ્ટેટ્સ વિજિલન્સ ટીમે ઝડપી પાડેલા જુગાર ધામમાં ૧૮ ઇસમોની ધરપકડ કરી ૩.૩૧ લાખ રોકડ અને ૨૦ મોબાઈલ,૯ સ્કૂટર સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ જુગારધામથી ગઈ કાલે જે ૧૮ આરોપી જુગાર રમતા ઝડપાયેલા તેમાં - શબ્બીરખાન અકબરખાન ખાન (૪૭), સંજય ધુનીલાલ મંડલ (૨૯) નાસિર ઈસ્માઈલ ખાન (૨૬), સુરજ રવિન્દ્ર ગૌડ (૩૦), અમિત અમીરભાઈ સુરાણી (૩૯),અરબાઝખાન હફીઝુલ્લાહ ખાન૨૮, સુલતાન તુફેલખાન ખાન (૩૨), મુદસ્સિર નાસિરખાન ખાન (૩૪), ફૈઝાનખાન સાજીદખાન ખાન (૧૯),પિન્ટુકુમાર રામચંદ્રભાઈ જૈન (૪૩),મોહમ્મદ દિલશેર મોહમ્મદ આઝમ શેખ (૨૫), મુર્તુઝા ઉર્ફે માર્ટિન નાસિર ખાન (૩૭),ઈકબાલ ઉર્ફે બાલો જુસબ મનસૂરી (૩૭), મોહમ્મદ હુસૈન શફીક ઉલ્લાહ ખાન (૩૬),હર્ષ રાજકુમાર ગુા (૨૫), સંજયભાઈ રણછોડભાઈ પટેલ (૪૫),ઈસ્લામ ખાન ઈકબાલ ખાન (૩૭) ,ઍજાઝ ખાન શમશેર ખાન (૨૭) નો સમાવેશ થાય છે જેમાં સંજય મંડળ અને અમિત સુરાની આ બે જ આરોપી દમણના છે બાકી તમામ ૧૬ આરોપી વાપી પંથકના છે.
વોન્ટેડ આરોપીઓમાં દમણના ઍક સમયના કુખ્યાત જુગારી સજન ના સાથી ઇબ્રાહિમ ઉર્ફે ભર્યો અકબર ખાન તેમજ અકીલ મેમણ અને સર્ફુ જાવેદ ખાનનો સમાવેશ થાય છે. ઝડપાયેલ આરોપીનો આજે જમીન ઉપર છૂટકારો થઈ ગયો છે જ્યારે વોન્ટેડ આરોપી ભાગતા ફરે છે.
