અબ્રામા હાઇવેથી ટેમ્પામાં લઈ જવાતા દારૂ સાથે મહારાષ્ટ્રનો ઍક ઝડપાયો
- byDamanganga Times
- 28 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૭ ઃ વલસાડ ઍલસીબી ની ટીમને મળેલી બાતમી આધારે વલસાડને અબ્રામા હાઇવે પર વોચ ગોઠવી ઊભા રહેતા બાપની વાળો તેની અંદરથી ૨.૬૯ લાખના દારૂ સાથે મહારાષ્ટ્રના ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે જ્યારે પોલીસે ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. વલસાડ જિલ્લા પોલીસવડા યુવરાજસિંહ જાડેજા ની સૂચના મુજબ વલસાડ ન્ઘ્ગ્ પી.આઈ. ઍ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પી.ઍસ.આઈ. જે.બી. ધનેશા તથા ઘરફોડ સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે ઍક પીકઅપ ટેમ્પામાં દારૂ રાજકોટ જતો હોવાની
બાતમીના આધારે પોલીસે ઍલસીબી ની ટીમ મુંબઈથી સુરત તરફ જતા વલસાડ અબ્રામા નેશનલ હાઈવે નંબર-૪૮ પર વોચ ગોઠવી ઍક સફેદ કલરની મહિન્દ્રા બોલેરો મેક્ષ પીકઅપ નં. પ્ણ્-૧૮-ગ્ક્ષ્-૫૧૮૫ ને અટકાવે તેની અંદર તપાસ કરતા મરઘાં રાખવાના પાંજરાની નીચે ચેસીસના ભાગે ગુ ચોરખાના માં તપાસ કરતા દારૂ બિયરની બાટલી નંગ ૫૩૬ કિંમત રૂપિયા ૨, ૫૮,૨૮૦ રૂપિયા તથા પીકઅપ ટેમ્પાની કિંમત ૫ લાખ ઍક મોબાઈલ કિંમત ૫,૦૦૦ મળી કુલ ૭,૬૪,૨૮૦ રૂપિયાના મુદ્દા માલ સાથે પીકઅપ ચાલક સંદિપ શરદ મહાદુ ઠાકરે (ઉં.વ. ૩૮, રહે. ફલેટ નં. ૨૦૧, યુ વિંગ, પાર્ક સાઈડ હોમ સોસાયટી, આડગાવ, પંચવટી, નાશીક મૂળ રહે. ધુલીયા, મહારાષ્ટ્ર ની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર મિલન ઉર્ફે પીયુષ રહે. દમણ દારૂનો જથ્થો ભરી આપનારજયશીંગ ઝાપડા રહે. ભાવનગર ચોકડી, રાજકોટ અને ગાડીનું પાયલોટિંગ કરનાર ગણેશ ઉર્ફે મામા ધરટે રહે.કોકલે, ધુલીયા, મહારાષ્ટ્ર ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. જે અંગે વલસાડ સીટી પોલીસ મથકમાં પ્રોહિબિશન ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
