Damanganga Times.

Damanganga Times.

November 28, 2026

બીલીમોરામાં રાજ્ય મંત્રી જયરામભાઈ ગામીતની સંગઠનાત્મક બેઠક યોજાઈ

બીલીમોરામાં રાજ્ય મંત્રી જયરામભાઈ ગામીતની સંગઠનાત્મક બેઠક યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૨૭ ઃ ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી જયરામભાઈ ગામીતના ૧૭૬-ગણદેવી વિધાનસભા મતવિસ્તારના ૭૨ કલાકના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત બીલીમોરા ખાતે જનસંવાદ અને સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. આ દરમિયાન તેમણે કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધી સંગઠનની કામગીરીની સમીક્ષા કરી હતી.

  પ્રવાસના પ્રારંભે રાજ્ય મંત્રી જયરામભાઈ ગામીતે બીલીમોરા ખાતે મહાપુરુષની -પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન-પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ સોમનાથ મંદિરના રોટરી હોલ ખાતે મંડળ પ્રભારી, ક્લસ્ટર પ્રભારી, મંડળ પ્રમુખો અને મહામંત્રીઓ સાથે સંગઠનાત્મક સમીક્ષા બેઠક યોજાઈ હતી.બેઠકમાં સંગઠનની કામગીરી, જનસંપર્ક અભિયાન તેમજ સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય મંત્રીઍ કાર્યકર્તાઓને સંગઠનની પાયાની મજબૂતી વધારવા, લોકો સાથે સતત સંપર્ક જાળવી રાખવા અને સેવાભાવના અભિગમ સાથે નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહ, મહામંત્રી જીગરભાઈ દેસાઈ, શાંતિલાલભાઈ, બીલીમોરા ભાજપ શહેર પ્રમુખ નિરવ ટેલર, શૈલેષ હળપતિ, ડો. હાર્દિક વૈદ્ય, મયંકભાઈ પટેલ, લિતેશ ગાવિત, નટુભાઈ પટેલ, માજી શહેર પ્રમુખ વિજય પટેલ, હર્ષિલ નાયક, પ્રવીણ ઉર્ફે ભોજાભાઈ પટેલ, પુષ્પાબેન પટેલ, સરીબુજરંગ ગામના ઉપસરપંચ ભરત હળપતિ સહિત સંગઠનના અગ્રણી હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્ના હતા.