Damanganga Times.

Damanganga Times.

November 28, 2026

વાપીમાં બલીઠા- મુક્તાનંદ માર્ગ ફોરલેન રોડનું કામ પૂર જોશમાં

વાપીમાં બલીઠા- મુક્તાનંદ માર્ગ ફોરલેન રોડનું કામ પૂર જોશમાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૭ ઃ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા બે મહત્વના રસ્તાઓ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા પરિશિષ્ટ બોર્ડ મૂકવામાં આવ્યું છે, જેમાં કામની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી છે.

આ કામ અંતર્ગત  મુક્તાનંદ માર્ગથી કસ્ટમ રોડને જોડતો કેનાલને લાગુ રોડ અને  દમણ રોડ ચીકુવાડીથી મુક્તાનંદ માર્ગને જોડતો રોડ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ બંને રોડ વાપીના અતિ વ્યસ્ત અને મહત્વના માર્ગો ગણાય છે. જે ઘણાં ઉપયોગી સાબિત થશે.

૧૨મીટર પહોળા અને ૬૦૦ મીટર લાંબા આ રોડનું કામ અંદાજિત રૂ. ૭,૫૮,૬૨, ૪૦૬.૭૩ના ખર્ચે થઈ રહ્નાં છે. જે ગઈ તા  ૦૧/૧૧/૨૦૨૫ થી શરૂ થઇ ગયું હતું અને આ કામ પૂર્ણ કરવાની તારીખ ૩૧/૧૦/૨૦૨૬ રાખવામાં આવી છે.

આ રોડના કામમાં  વરસાદી પાણીના નિકાલ માટેની ગટર, ડામર રોડ તથા ફૂટપાથ બનાવવાનું કામ સામેલ છે.

આ રોડ બની જતા મુક્તાનંદ માર્ગ, કસ્ટમ રોડ, દમણ રોડ અને ચીકુવાડી વિસ્તારના રહીશોને ટ્રાફિક, ખાડા અને વરસાદમાં પાણી ભરાવાની સમસ્યામાંથી મોટી રાહત મળશે.