Damanganga Times.

Damanganga Times.

November 28, 2026

સતાડીયામાં વૃદ્ધ દંપતીઍ બીમારીથી કંટાળી ઝેર પીધું

સતાડીયામાં વૃદ્ધ દંપતીઍ બીમારીથી કંટાળી ઝેર પીધું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા.૨૭ ઃ ચીખલી તાલુકાના સતાડીયાગામના આંબલી ફળિયા ખાતે રહેતા મણિલાલ છગનભાઈ પટેલ ઉ.વ.૬૬ અને પત્ની ભલીબેન મણીલાલ પટેલ (ઉ.વ. ૬૦) આ બંને વૃદ્ધ દંપતિ પોતાની દીકરી ના સહારે જીવન ગુજારી રહ્ના હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી વૃદ્ધ માતા પિતા બીમાર રહેતા હોય જેના કારણે ગુરુવારે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં વૃદ્ધ પતિ પત્ની બંને ઍ ઘરમાં રાખેલ રોકેટ નામની ઝેરી દવા પી લીધી હતી અને પોતાની દીકરી દૂધ ભરીને ઘરે આવી માતા-પિતાને ચા પીવાનું કહેતા અને માતા પિતાઍ ચા પીવાની ના પાડતા દીકરીને તેની માતા ભલીબેન પટેલે કહ્નાં કે અમે આજે ચા પીવાના નથી અને અમે બંનેઍ બીમારીથી કંટાળી જઈ રોકેટ નામની ઝેરી દવા પી લીધી છે. બનાવ અંગેની ફરિયાદ લીલાબેન મહેશભાઈ પટેલ ઉ.વ. ૪૭ રહે. સતાડીયા આંબલી ફળિયા તા. ચીખલીનાઍ કરતા આગળની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પી.ઍસ.આઇ આર. ઍન. વાડલે કરી રહ્ના છે.