Damanganga Times.

Damanganga Times.

November 28, 2026

વાપી પોસ્ટ ઓફિસમાં ક્લાર્કની ઘટથી પાસબુક ઍન્ટ્રીની કામગીરી ખોરવાઈ

વાપી પોસ્ટ ઓફિસમાં ક્લાર્કની ઘટથી પાસબુક ઍન્ટ્રીની કામગીરી ખોરવાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૭ ઃ વાપી ટાઉન વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાં છેલ્લા છ મહિનાથી પાસબુકમાં ઍન્ટ્રી કરવાની કામગીરી બંધ જેવી સ્થિતિમાં હોવાથી સેવિંગ ખાતું ધરાવતા ગ્રાહકો સહિત પોસ્ટ ઓફિસમાં વિવિધ કામકાજ અર્થે આવતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્ના છે. પોસ્ટ ઓફિસમાં ક્લાર્કની અછતને કારણે આ સમસ્યા ઊભી થઈ હોવાનું સામે આવ્યું છે. અને રોજે રોજ અહીં કામકાજ અર્થે આવતા લોકો ભરે પરેશાન પણ બન્યા છે. પ્રા વિગતો મુજબ, વાપી ટાઉન પોસ્ટ ઓફિસમાં દરરોજ ૫૦૦થી વધુ ગ્રાહકો વિવિધ કામકાજ માટે આવે છે. જેમાં પોસ્ટલ સેવાઓ ઉપરાંત સેવિંગ ખાતાની કામગીરી કરાવવા આવતા ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે. જોકે, છેલ્લા છ મહિનાથી ગ્રાહકોની પાસબુકમાં નાણાકીય વ્યવહારોની ઍન્ટ્રી કરવામાં આવતી ન હોવાથી લોકોને વારંવાર ધક્કા ખાવાની નોબત આવી રહી છે. આ અંગે ગ્રાહકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. આ મામલે પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્તર અલકાબેને જણાવ્યું હતું કે, વાપી ટાઉન પોસ્ટ ઓફિસમાં આઠ ક્લાર્કનું મહેકમ મંજૂર હોવા છતાં હાલમાં માત્ર ત્રણ જ ક્લાર્ક ફરજ બજાવી રહ્ના છે. આ ત્રણ કર્મચારીઓમાંથી ઍક બુકિંગ વિભાગમાં, બીજો ડિસ્પેચ વિભાગમાં અને ત્રીજો રોકડની લેવડદેવડની કામગીરીમાં રોકાયેલો હોવાથી પાસબુક ઍન્ટ્રી માટે અલગથી કર્મચારી ઉપલબ્ધ થઈ શકતો નથી.

વાપી ટાઉન પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર, ઍક આસિસ્ટન્ટ, આઠ ક્લાર્ક અને ૧૩ પોસ્ટમેનનું મહેકમ છે. આમ છતાં છેલ્લા છ મહિનાથી પાંચ ક્લાર્કની ઘટ હોવા છતાં નવી નિમણૂક કરવામાં આવી નથી. પરિણામે નિયમિત કામગીરી પર તેની સીધી અસર પડી રહી છે.પોસ્ટ માસ્તરના જણાવ્યા મુજબ, આ સમસ્યા અંગે વડી કચેરીને જાણ કરવામાં આવી છે અને નવી નિમણૂક થાય ત્યારબાદ પાસબુક ઍન્ટ્રી સહિતની કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ થઈ શકશે. જોકે, છેલ્લા છ મહિનાથી ચાલી રહેલી આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે અને ગ્રાહકોને પડતી હાલાકી દૂર થાય તે જરૂરી બન્યું છે.