Damanganga Times.

Damanganga Times.

November 28, 2026

ડુંગરીમાં કંપનીના ૧૨૦૦થી વધુ કામદારોની હડતાલ

ડુંગરીમાં કંપનીના ૧૨૦૦થી વધુ કામદારોની હડતાલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૭ ઃ વલસાડ તાલુકાના ડુંગરીમાં આવેલી ઍસેન્ટ મેડીટેક લિમિટેડ કંપનીના અંદાજે ૧,૨૦૦ જેટલા કામદારો પગાર, સુરક્ષા અને કામના કલાકો સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈને છેલ્લા ચાર દિવસથી હડતાળ પર ઉતર્યા છે.

આ આંદોલનના સમર્થનમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કામદારોની મુલાકાત લઈ તેમની વ્યથા સાંભળી હતી અને તંત્રને ચીમકી ઉચ્ચારી હતી. 

કામદારોની મુલાકાત બાદ ધારાસભ્ય અનંત પટેલે કંપની સંચાલકો અને કોન્ટ્રાક્ટરો પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, કંપની અને કોન્ટ્રાક્ટર કામદારોની સામાન્ય અને વ્યાજબી માંગણીઓ પણ સ્વીકારવા તૈયાર નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કામદારો પાસે કાગળ પર રૂ. ૨૧,૦૦૦ના પગારની સહી કરાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તેમના હાથમાં માત્ર રૂ. ૧૨,૦૦૦ જ ચૂકવવામાં આવે છે. આગામી સોમવારે સવારે ઍસેન્ટ મેડીટેક તેમજ ગુંદલાવ જીઆઈડીસીની અન્ય કંપનીઓના મળીને આશરે ૫,૦૦૦ જેટલા કર્મચારીઓ ઍકત્ર થઈને વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરશે.

 જો જિલ્લા કલેક્ટર અને લેબર ઓફિસર દ્વારા આ મામલે યોગ્ય હસ્તક્ષેપ કરીને સમાધાન લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ હડતાળ અને આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.