સેલવાસમાં ન્યાયાધીશે પ્રેરક ઉદાહરણ પુરુ પાડયું
- byDamanganga Times
- 28 November, 2026
(પ્રદિપ ભાવસાર દ્વારા)
દમણગંગા ટાઈમ્સ
દમણ, તા. ૨૭ ઃ સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અને આધુનિક સુવિધાઓમાં થઈ રહેલા સુધારાની અસર હવે સમાજના વિવિધ વર્ગોમાં જોવા મળી રહી છે. તેનું ઉદાહરણ સેલવાસમાં જોવા મળ્યું છે, જ્યાં દાદરા અને નગર હવેલીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તથા સિવિલ જજ શ્રી સચિન નિકમે પોતાની પુત્રીનો પ્રવેશ સરકારી શાળામાં કરાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વ હેઠળ પ્રદેશની સરકારી શાળાઓને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા તેમજ શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્ના છે. સરકારી શાળાઓમાં વિકસિત થઈ રહેલું શૈક્ષણિક વાતાવરણ અને સકારાત્મક પરિણામોને કારણે વાલીઓનો વિશ્વાસ પણ વધી રહ્ના છે. દિવાળીની રજાઓ બાદ શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થવાની સાથે જ ન્યાયાધીશ સચિન નિકમે પોતાની પુત્રીના શિક્ષણ માટે સેલવાસની સરકારી શાળાની પસંદગી કરી છે. તેમના આ નિર્ણયને સરકારી શિક્ષણ વ્યવસ્થા પ્રત્યે વધતા વિશ્વાસના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્ના છે. આ પ્રસંગે શાળાના આચાર્ય બ્રજ ભૂષણ ઝાઍ બાળકીનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકારી શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે બાળકોને સારા સંસ્કાર, શિસ્ત અને પારિવારિક વાતાવરણ પણ પૂરું પાડવામાં આવે છે. શાળાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની સાથે તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે.
ન્યાયાધીશ સચિન નિકમ દ્વારા પોતાની પુત્રીને સરકારી શાળામાં પ્રવેશ અપાવવાનો નિર્ણય ઍ દર્શાવે છે કે આધુનિક સુવિધાઓ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સકારાત્મક શૈક્ષણિક વાતાવરણના આધારે સરકારી શાળાઓ પણ વાલીઓની પસંદગી બની શકે છે.
