Damanganga Times.

Damanganga Times.

November 28, 2026

વલસાડના ઔરંગા કિનારે પ્લાસ્ટીક ખાવાથી ૧૦ થી વધુ ગૌવંશના મોતથી ચકચાર

વલસાડના ઔરંગા કિનારે પ્લાસ્ટીક ખાવાથી ૧૦ થી વધુ ગૌવંશના મોતથી ચકચાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૨૭ ઃ વલસાડ નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે પારડી સાંઢપોર ગામેથી વહેતી ઔરંગા નદી કિનારે આવેલી ડમ્પિંગ સાઈટ હાલ ગૌમાતા માટે યમદૂત સમાન બની ગઈ છે. નદી કિનારે ઠલવાતા હજારો ટન પ્લાસ્ટિક અને ઝેરી કચરાને કારણે અંદાજે ૧૦ થી ૧૫ જેટલી ગાયોના કરૂણ મોત નિપજ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે, જ્યારે હજુ પણ ૨૫૦ થી વધુ ગૌમાતા આ કચરાના ઢગલામાં પ્લાસ્ટિક ખાઈ રહી હોવાથી ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. વલસાડ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોનો તમામ કચરો ઔરંગા નદીના કિનારે અને નદીના પટમાં ઠાલવવામાં આવે છે. વર્ષો અગાઉ નગરપાલિકા દ્વારા કચરામાંથી ખાતર બનાવવા માટે લાખો-કરોડો રૂપિયાના ખર્ચે મશીનો લગાવવામાં આવ્યા હતા. પરંતુ, તંત્રની ઉદાસીનતાને કારણે આ મશીનો માત્ર શોભાના ગાંઠિયા બનીને રહી ગયા છે. પરિણામે, નદી કિનારે કચરાના મોટા પહાડ ખડકાયા છે. થોડા દિવસો પૂર્વે વલસાડ કલેક્ટર દ્વારા પ્લાસ્ટિક અને સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, તેમ છતાં નદી કિનારાની પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.

સ્થાનિક ગૌસેવકોઍ ડમ્પિંગ સાઈટ પર તપાસ કરતા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. કચરાના ઢગલામાં ૧૦ થી ૧૫ જેટલી ગાયો મૃત હાલતમાં મળી આવી હતી. આ ઉપરાંત, ૨૫૦ થી વધુ ગાયો ભૂખ સંતોષવા માટે પ્લાસ્ટિક અને અન્ય ઝેરી કચરો ખાઈ રહી છે. પ્લાસ્ટિક પેટમાં જવાથી ગૌમાતા તડપી-તડપીને મૃત્યુ પામી રહી છે. ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવાની માંગ વચ્ચે વલસાડમાં આવી દુર્દશા કેમ તેવા સવાલો ઊભા થયા છે

ઍક તરફ સમગ્ર દેશ અને ગુજરાતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે ઠેર-ઠેર આંદોલનો ચાલી રહ્ના છે. આજે તા. ૨૭ નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે પણ સનાતન ધર્મના સંતો, ખેડૂતો અને અઢારે વરણના લોકો ઍકત્ર થઈને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની પ્રબળ માંગ કરી રહ્ના છે. ત્યારે બીજી તરફ, વલસાડ જિલ્લામાં જ રસ્તાઓ પર અને ડમ્પિંગ સાઈટ પર ગૌમાતા પ્લાસ્ટિક ખાઈને મોતને ભેટી રહી છે, જે અત્યંત શરમજનક બાબત છે.

આ ગંભીર મામલે સ્થાનિક નાગરિકો અને ગૌપ્રેમીઓઍ વહીવટી તંત્ર અને નગરપાલિકા સામે ઉગ્ર સવાલો ઉઠાવ્યા છે. જો આ ૨૫૦ થી વધુ ગાયો પ્લાસ્ટિક ખાવાથી મૃત્યુ પામશે તો તેની જવાબદારી કોણ લેશે? તંત્ર તાત્કાલિક અસરથી ઔરંગા નદી કિનારે કચરો નાખવાનું બંધ કરે, ડમ્પિંગ સાઈટની આસપાસ મજબૂત ફેન્સિંગ (વાડ) બનાવે જેથી અબોલ પશુઓ અંદર ન પ્રવેશી શકે, અને કચરાના નિકાલના મશીનો તાત્કાલિક ચાલુ કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે.