Damanganga Times.

Damanganga Times.

November 28, 2026

રવિવારે મુખ્યમંત્રી નવસારી જિલ્લાને રૂ.૭૫૩ કરોડના વિકાસકામોની ભેટ આપશે

રવિવારે મુખ્યમંત્રી નવસારી જિલ્લાને રૂ.૭૫૩ કરોડના વિકાસકામોની ભેટ આપશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નવસારી, તા. ૨૭ ઃ નવસારી જિલ્લાના નાગરિકો માટે ગૌરવ અને આનંદના સમાચાર છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવસારી જિલ્લાની મુલાકાતે પધારી રહ્ના છે. 

 તા.૨૯ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરે ૩ઃ૦૦ વાગ્યે નવસારીના ટાઉન હૉલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર સમારોહમાં મુખ્યમંત્રી  જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈઍ લઈ જતા કુલ રૂ.૭૫૩ કરોડના ૨૪૦ વિકાસકામોનું લોકાર્પણ, ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. 

આ સમારોહ અંતર્ગત રૂ.૩૮૯.૨૦ કરોડના ખર્ચે ૬૫ કામોનું ભૂમિપૂજન, રૂ.૨૪૮.૩૦ કરોડના ખર્ચે ૧૫૪ કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂ. ૧૧૫.૮૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૨૧ પ્રકલ્પોનું લોકાર્પણ કલશે, જેમાં આરોગ્ય, શિક્ષણ, માર્ગ-પુલ નિર્માણ, દરિયાઈ ધોવાણ સંરક્ષણ અને શહેરી-ગ્રામીણ સુખાકારીના મહત્વપૂર્ણ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.

આ ગરિમામય કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત રાજ્યના નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલ, નવસારી મહાનગરપાલિકાના મેયર  અશોકભાઈ ધોરાજીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયક, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ તેમજ ધારાસભ્યો આર. સી. પટેલ, રાકેશ દેસાઈ અને  અનંત પટેલ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીના આ મહત્વપૂર્ણ પ્રવાસ અને જાહેર કાર્યક્રમને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે,  જે અંતર્ગત જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીઍ ટાઉન હૉલ ખાતે ઉપસ્થિત રહીને સુરક્ષા, બેઠક વ્યવસ્થા અને આયોજનની અંતિમ પૂર્વ-નિરીક્ષણ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.