Damanganga Times.

Damanganga Times.

November 26, 2026

લવાછાના રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ૧,૪૧,૧૪૧ દીવાઓ પ્રગટાવાયા

લવાછાના રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ૧,૪૧,૧૪૧ દીવાઓ પ્રગટાવાયા


લવાછાના રામેશ્વર મહાદેવ  મંદિર પરિસરમાં ૧,૪૧,૧૪૧ દીવાઓ પ્રગટાવવામાં આવતા સમગ્ર વાતાવરણ દિવ્ય અને અલૌકિક બની ગયું હતું. હજારો ભક્તો દીપ પ્રગટાવવા અને મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. દીવાઓના ઝગમગાટ વચ્ચે મંદિરની શોભા અદભૂત લાગી રહી હતી. ભક્તોઍ હર હર મહાદેવના નાદ સાથે દેવદિવાળીની ઉજવણી કરી હતી.