ગુંજનમાં જર્જરિત મકાનો ઉતારી નહીં લેવાય તો હોનારતની ભીતિ
- byDamanganga Times
- 26 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ વાપી ગુંજન નોટીફાઇડ વિસ્તારમાં આવેલા કેટલાંક જર્જરિત મકાનો હવે મોટી હોનારતને આમંત્રણ આપી રહ્ના છે.
લાયન્સ બ્લડ બેંકના પ્રવેશદ્વાર પાસે અને આજુબાજુ આવેલા આ મકાનો વાહન ચાલકો અને રાહદારીઓ માટે ખૂબ જ જોખમી બની ગયા છે. આ મકાનોની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, પ્લાસ્ટર ખરી રહ્નાં છે અને છતના ભાગો કોઈપણ સમયે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે.
જાણવા મળ્યા મુજબ આ જર્જરિત મકાનો ખાલી કરી દેવાયા છે. પરંતુ તંત્રઍ માત્ર નોટિસ ચોંટાડીને સંતોષ માની લીધો છે. મકાનો ઉતારી લેવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે રોજ આ રસ્તા પરથી પસાર થતાં હજારો લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.
લાયન્સ બ્લડ બેંકમાં રોજ દર્દીઓના સગા, દાતાઓ અને કર્મચારીઓની અવરજવર રહે છે. ઉપરાંત આ ગુંજનનો રહેણાંક વિસ્તાર છે તેમજ વાહનોની પણ અવરજવર રહે છે.
જો આ મકાનનો કોઈ ભાગ તૂટી પડે તો મોટી જાનહાની થઈ શકે છે.
સ્થાનિક લોકોની માંગ છે કે, કોઈ દુર્ઘટના બને તે પહેલા તંત્ર જાગે અને આ જર્જરિત મકાનો તાત્કાલિક ઉતારી લેવામાં આવે.
