Damanganga Times.

Damanganga Times.

November 25, 2026

વાપીમાં પીકઅપ અડફેટે મહિલાનું મોત, ઍક ઘાયલ

વાપીમાં પીકઅપ અડફેટે મહિલાનું મોત, ઍક ઘાયલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૪ ઃ  વિનંતી નાકાથી ડુંગરી ફળિયા તરફ જતા રોડ પર બેફામ બોલેરો પીકઅપે પગપાળા જતી બે મહિલાઓને ટક્કર મારતા ઍક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે બીજી મહિલા ઘાયલ થઈ છે.

ફરિયાદી બબન રામચંદ્ર સકપાલ (ઉં.વ. ૬૦, રહે. કર્મભૂમિ ઍપાર્ટમેન્ટ, ચલા ગામ, વાપી) તેમની પત્ની સુવર્ણા (ઉં.વ. ૪૧) તથા બે દીકરીઓ સાથે રહે છે.

ગત તા. ૨૨/૧૧/૨૦૨૬ ના રોજ ફરિયાદી મુંબઈ ગયા હતા. સાંજે પાંચ વાગ્યે દીકરી અંકિતાઍ ફોન કરી જાણ કરી કે, મમ્મી સુવર્ણા તથા તેમની બેનપણી સંજનાદેવી સુમનકુમાર કુર્મી આદમ ઍક્સપોર્ટ કંપનીમાંથી ઘરે ચાલતા આવતા હતા ત્યારે વિનંતી નાકા પાસે બોલેરો પીકઅપે બંનેને અડફેટે લીધા હતા.

અકસ્માતમાં સુવર્ણાનું મોત થયું હતું, જ્યારે સંજનાદેવીને ઈજા થતા હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાઈ હતી. સુવર્ણાને ઍમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી.

પોલીસ ફરિયાદ મુજબ, બોલેરો પીકઅપ નં. ઞ્થ્-૧૫-ખ્સ્-૬૮૦૫ નો ચાલક મિલન ઉર્ફે ચિરાગ વિનોદભાઈ ચંદ્રા (રહે. વાપી) ઍ પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અકસ્માત સર્જ્યો હતો.

પોલીસે ચાલક વિરૂદ્ધ બેદરકારીથી વાહન હંકારી અકસ્માત સર્જી મોત નિપજાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.