અટગામમાં શાકભાજી વેચવા જતી મહિલાનું બાઈક ટક્કરથી મોત
- byDamanganga Times
- 25 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ તાલુકાના અટગામ-ચીખલી રોડ પર પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારતા ઍક અજાણ્યા યુનિકોર્ન બાઈક ચાલકે શાકભાજી વેચવા જઈ રહેલી મહિલાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાનું બે દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું છે. વલસાડ તાલુકાના અટગામ ગામ ના કાંકરિયા ફળિયામાં રહેતી સીતાબેન અરવિંદભાઈ પટેલ ઉં. વ. ૫૬ ગત તા. ૨૨/૧૧/૨૦૨૬ ના રોજ વહેલી સવારે આશરે ૭ કલાકે પોતાના ઘરેથી શાકભાજીનો ટોપલો લઈને અટગામ ગામે શાકભાજી વેચવા માટે ચાલતા જઈ રહ્ના હતા. તે દરમિયાન વલસાડ ના અટગામ ગ્રામ પંચાયત આગળ, અટગામથી ચીખલી તરફ જતા-આવતા રોડ પર ઞ્થ્-૨૧-ઝ઼ધ્-૬૬૮૮ નંબરની યુનિકોર્ન મોટરસાયકલના અજાણ્યા ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સીતાબેનને જોરદાર ટક્કર માર્યા બાદ બાઈક ચાલક ઘટનાસ્થળેથી પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો.
આ અકસ્માતમાં સીતાબેનને માથાના પાછળના ભાગે, હાથના ભાગે તેમજ શરીરે નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચતા લોકો દોડી આવી તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે તેમને પ્રથમ વલસાડ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વલસાડની અમિત હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં બે દિવસ સુધી બેભાન અવસ્થામાં સારવાર ચાલ્યા બાદ તા૨૪/૧૧/૨૦૨૬ ના રાત્રે ૧૨ઃ૧૫ વાગ્યે ફરજ પરના તબીબોઍ તેમને મૃત જાહેર કરી હતી.
આ બનાવ અંગે મૃતકના ભાઈ બાલુભાઈ લલ્લુભાઈ પટેલ રહે. ધેજગામ, તા. ચીખલી, જિ. નવસારી ઍ અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
