ડુંગરામાં ગુરુવારે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ થશે
- byDamanganga Times
- 25 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ વાપી મહાનગરપાલિકા દ્વારા અમૃત ૨.૦ યોજના અંતર્ગત ડુંગરા વિસ્તારની પાણી પુરવઠા યોજનામાં ૪૫ ઍમઍલડી ક્ષમતા ધરાવતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટનું લોકાર્પણ આગામી તા. ૨૬ નવેમ્બર, ૨૦૨૬ને ગુરુવારના રોજ બપોરે ૩ૅં૩૦ કલાકે ડુંગરા-દાદરી મોરા સ્થિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે રાજ્યના નાણાં અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવશે. આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થતાં વાપી મહાનગરપાલિકાના ડુંગરા, ચણોદ, સુલપડ, ડુંગરી ફળિયા તેમજ હરિયા પાર્ક વિસ્તારના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી અને પૂરતા -ેશરથી પાણી પુરવઠાની સુવિધા ઉપલબ્ધ થશે. આ યોજનાથી સ્થાનિક વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે અને નાગરિકોને મોટી રાહત મળશે.લોકાર્પણ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની સાથે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, વાપી મહાનગરપાલિકાનાં મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ તેમજ પાણી સમિતિના ચેરમેન કૌશિકભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
