Damanganga Times.

Damanganga Times.

November 25, 2026

વાપી મનપાના કોîગી કોર્પોરેટરને કોîગ્રેસે શિસ્તભંગ અંગે નોટિસ

વાપી મનપાના કોîગી કોર્પોરેટરને કોîગ્રેસે શિસ્તભંગ અંગે નોટિસ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૪ ઃ  વાપી શહેર કોંગ્રેસ સમિતિઍ વોર્ડ નં. ૧૩ ના કોંગ્રેસ કોર્પોરેટર શ્રીમતી કિન્ના ભાનુશાલીને વારંવારની સંગઠનાત્મક શિસ્તભંગની પ્રવૃત્તિઓ, પક્ષના સૂચનાઓનું પાલન ન કરવા તથા તાજેતરમાં અખબારોમાં પ્રસિદ્ધ થયેલા નકારાત્મક અહેવાલ અંગે ખુલાસો આપવા બાબતની નોટિસ આપી છે. શહેર પ્રમુખ મહેશ શાહ દ્વારા તા. ૨૪/૧૧/૨૬ ના રોજ આપવામાં આવેલી આ નોટિસમાં જણાવાયું છે કે, અગાઉ પણ આપને પક્ષના સંગઠન સાથે સંકલનનો અભાવ, પક્ષની સૂચનાઓની અવગણના તથા પક્ષની શિસ્તને અનુરૂપ ન હોય તેવા વર્તન અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં અગાઉની નોટિસમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનું આજદિન સુધી સંતોષકારક નિરાકરણ આવ્યું નથી. વધુમાં, તાજેતરમાં આપના દ્વારા ખરીદવામાં આવેલી નવી મહિન્દ્રા થાર ગાડીના આગળના નંબર પ્લેટના સ્થાને લાલ રંગની કોર્પોરેટર લખેલી પ્લેટ લગાવવામાં આવી હોવા અંગે સ્થાનિક અખબારમાં સમાચાર પ્રસિદ્ધ થયા છે. આ અહેવાલને કારણે વાહન નોંધણી સંબંધિત નિયમોના પાલન તથા ઍક ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે આપના વર્તન અંગે પ્રશ્નો ઉભા થયા છે.નોટિસમાં ઍવું પણ જણાવાયું છે કે, આપ સ્થાનિક કોંગ્રેસ સંગઠન તથા પક્ષના જવાબદાર હોદ્દેદારો સાથે યોગ્ય સંકલન રાખ્યા વિના સ્વતંત્ર રીતે વિવિધ સંગઠનાત્મક પ્રવૃત્તિઓ કરી રહ્ના છો. વોર્ડ નં. ૧૩ ના અન્ય ત્રણ કોર્પોરેટરો દ્વારા પણ આપના વર્તન અને સંકલનના અભાવ અંગે અનેક ફરિયાદો કરવામાં આવી છે.

આથી નોટિસ પ્રા થયાની તારીખથી ૧૪ દિવસની અંદર નીચેના મુદ્દાઓ અંગે લેખિતમાં સ્પષ્ટ ખુલાસો રજૂ કરવા જણાવાયું છે. જેમાં અગાઉની નોટિસના મુદ્દા, નંબર પ્લેટ બનાવ અંગે સ્પષ્ટતા, યોગ્ય સંકલન વિના કામગીરી અને અન્ય કોર્પોરેટરોની ફરિયાદ અંગે ખુલાસો સામેલ છે. નિર્ધારિત સમયમર્યાદામાં લેખિત ખુલાસો પ્રા નહીં થાય તો સમગ્ર મામલો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમક્ષ તપાસ અને પક્ષના બંધારણ મુજબ યોગ્ય શિસ્તભંગની કાર્યવાહી અંગે વિચારણા માટે મોકલવામાં આવશે તેમ પણ નોટિસમાં જણાવાયું છે.