Damanganga Times.

Damanganga Times.

November 25, 2026

બોરલાઈમાં પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરાયું

બોરલાઈમાં પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરાયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૪ ઃ પારડી તાલુકાના બોરલાઈ ગામમાં પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વલસાડવાળા પ.પૂ. ડૉ. રોહિતભાઈ શાસ્ત્રીના મુખેથી વહેતી જ્ઞાનગંગા અને કૃષ્ણ જન્મોત્સવના પ્રસંગે સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ છવાયો છે. પારડી તાલુકાના બોરલાઈ ગામના મંદિર ફળિયા ખાતે તારીખ ૧૭-૧૧ થી ૨૩-૧૧ સુધી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયું છે. દરરોજ યોજાતી આ કથામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્ના છે. કથાના ચોથા દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો.  પ.પૂ. ડૉ. રોહિતભાઈ શાસ્ત્રી કથાકાર, વલસાડવાળા ઍ જણાવ્યું હતું કે બોરલાઈ ગામમાં ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથાની અંદર ચોથો દિવસ ઍટલે કૃષ્ણ જન્મોત્સવ.  કથાના આયોજન અંગે બોરલાઈ ગામના સરપંચ પદ્માબેન હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે માત્ર ૧૫ થી ૨૦ દિવસના ટૂંકા ગાળામાં ગામના પાંચ પરિવારોના સહયોગથી આ કથાનો પ્રારંભ કરાયો હતો, જેને ધાર્યા કરતા બમણો પ્રતિસાદ મળ્યો છે.પદ્માબેન હિતેશભાઈ પટેલ સરપંચ, બોરલાઈઍ જણાવ્યું હતું કે બોરલાઈમાં અમારા પાંચ પરિવારોઍ ૧૫ થી ૨૦ દિવસના ટૂંકા સમયમાં આ કથાનો પ્રારંભ કર્યો અને ધાર્યા કરતા બમણું પરિણામ મળ્યું છે. આવનારા દિવસોમાં ૨૨ તારીખે રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગો ઉજવાયા હતા કથા દરમિયાન રૂક્ષ્મણી વિવાહ અને સુદામા ચરિત્ર જેવા પાવન પ્રસંગો યોજાશે અને તા. ૨૩ નોવેમ્બરના રોજ કથાને વિરામ આપવામાં આવ્યો હતો ધાર્મિક આસ્થા અને સામાજિક ઍકતાના આ સંગમથી બોરલાઈ ગામમાં ભક્તિનો રંગ જોવા મળી રહ્ના છે.