કોલકની દરગાહમાં ઉર્સ શરીફ ઉજવાશે
- byDamanganga Times
- 25 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૪ ઃ પારડી તાલુકાના કોલક ગામે આવેલા મીરાં દાતાર દરગાહ ખાતેમાં પલ્લી રાસ્તીમા દાતારનો ઉર્સ શરીફ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે ઉર્સ શરીફના પવિત્ર પ્રસંગ નિમિત્તે નીચે મુજબ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે પલ્લી રાસ્તીમાની ધજા ચઢાવવામાં આવશે. તેમજ દાતારની સંદલ પાલખી સાંજે બુધવારે ૨૫ નવેમ્બરે ૪ઃ૩૦ કલાકે ધામધૂમપૂર્વક ગામમાં ફેરવવામાં આવશે તેમજ ગુરુવાર,૨૬ નવેમ્બર ના રોજ પલ્લી રાસ્તીમાની ઉજવણી તથા ઉર્સ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગે આમ નિયાઝ પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમામ શ્રદ્ધાળુઓને નિયાઝ પ્રસાદનો લાભ લેવા તથા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુરુવાર, ૨૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રાત્રે ૧૦ કલાકે રાતીબ રિફાઈનો વિશેષ ધાર્મિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં પ.પૂ. સ્વ. નટુબાપુના પરિવારજનો સ્વ. મિલનભાઈ નટુભાઈ દાતારવાલા તથા સ્વ. સંગમભાઈ નટુભાઈ દાતારવાલાના આશીર્વાદ થકી ગં.સ્વ. અમિતાબેન મિલનભાઈ દાતારવાલા દ્વારા સર્વે શ્રદ્ધાળુઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
