ડુંગરીમાં આર્ટ ઑફ લિવિંગનો ચાર દિવસનો ઍડવાન્સ કોર્સ યોજાયો
- byDamanganga Times
- 25 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ આર્ટ ઑફ લિવિંગ સંસ્થાના પ્રણેતા પૂ. ગુરૂદેવ શ્રીશ્રી રવિશંકરજી નાં આશીર્વાદ થકી વલસાડ-ડુંગરી ખાતે શાખાના પ્રબંધક પૂર્વશીબહેન પટેલ દ્વારા તા. ૧૯-૨૦-૨૧-૨૨ નવેમ્બરના રોજ ઍડવન્સ કોર્સનું સંચાલન થયુ હતુ. જે અંતર્ગત ૩૪ જેટલા શિબિરાર્થીઓઍ ભાગ લીધો હતો. આ શિબિરની અંદર ધ્યાન, પ્રાણાયમ, યોગ, આહાર-વિહાર-દૈનિક જીવનચર્યાની વિસ્તૃત ચર્ચા તથા સમજ સંસ્થાના વરિષ્ઠ શિક્ષિકા શૈલજા દીદી દ્વારા કરવામાં આવી હતી. વસુદૈવ કુટુમ્બકમ ની ઉદાત્ ભાવનાથી બેંગ્લોર સ્થિત આર્ટ ઑફ લિવિંગ સંસ્થા અત્યારે વિશ્વના ૧૮૦ જેટલા દેશોમાં પ્રસરેલ છે.
સાંપ્રત પરિસ્થિતિમાં તણાવ-ઉદાસીનતા-ચિંતા, માનસિક અસંતુલન, ચીડીયાપણુ, આત્મહત્યા, અસહિષ્ણુતા જેવી ઘટનાઓ તથા આહાર-વિહારની ગેરસમજને લઈ ડાયાબીટીસ, હાઈપરટેન્શન (બ્લડપ્રેસર) - હૃદયરોગની બિમારી વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ઍવા સંજોગોમાં આ પ્રકારની શિબિર મહદ અંશે મદદરૂપ થઈ શકે છે. પ્રતિવર્ષ આયોજિત થતી આ શિબિરની સફળતા માટે નિલેષભાઈ, ભાવેશભાઈ, જુગલભાઈ તથા મિલનભાઈનો તથા યુવાચાર્યાનો સિંહ ફાળો રહ્ના હતો.
