Damanganga Times.

Damanganga Times.

November 25, 2026

ખેરારબારીમાં ૯ દિવસીય ક્રિકેટ ટુર્ના. સંપન્ન ઃ ૬૪ ટીમોઍ ભાગ લીધો

ખેરારબારીમાં ૯ દિવસીય ક્રિકેટ ટુર્ના. સંપન્ન ઃ ૬૪ ટીમોઍ ભાગ લીધો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૨૪ ઃ દાદરા નગર હવેલીના ખેરારબારી ગામે વાઘોબા સ્ટેડિયમ ખાતે યુટ્યુબ લાઈવ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૨, ૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ૧૪થી ૨૨ નવેમ્બર દરમિયાન યોજાયેલી આ નવ દિવસીય ક્રિકેટ સ્પર્ધામાં દાદરા નગર હવેલી ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રની કુલ ૬૪ ટીમોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓઍ શાનદાર રમતનું પ્રદર્શન કરતાં ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

વિવિધ વિસ્તારોમાંથી આવેલી ટીમો વચ્ચે રસાકસીભર્યા મુકાબલા યોજાયા હતા. ખેલાડીઓઍ પોતાની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ દ્વારા રમતનું કૌશલ્ય દર્શાવ્યું હતું.

ટુર્નામેન્ટમાં બેસદા-મૂળગામની ટીમે પ્રથમ સ્થાન મેળવી રૂ. ૩૧ હજારનું રોકડ ઇનામ જીત્યું હતું. જ્યારે ખેરડી-ઘૂટીયાપાડાની ટીમે દ્વિતીય સ્થાન મેળવી રૂ. ૨૧ હજારનું ઇનામ મેળવ્યું હતું. ત્રીજા અને ચોથા ક્રમે આવનાર ટીમોને રૂ. ૯-૯ હજાર તેમજ પાંચમાથી આઠમા ક્રમે આવનાર ટીમોને રૂ. ૫,૫૦૦ પ્રમાણે રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ ટુર્નામેન્ટનું યુટ્યુબ પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે ક્રિકેટપ્રેમીઓને મેચનો આનંદ માણવાની તક મળી હતી. આ પ્રકારની ક્રિકેટ સ્પર્ધાના આયોજનથી દાદરા નગર હવેલી સહિત ગુજરાત અને મહારાષ્ટ્રના યુવા ક્રિકેટરોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે ઉત્તમ મંચ મળ્યો હતો. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં રમતગમત પ્રત્યે યુવાનોનો ઉત્સાહ વધારવામાં પણ આ ટુર્નામેન્ટ મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.