સેલવાસમાં કાનુની જાગૃતિ અને સરકારી યોજનાઅો અંગે કાર્યક્રમો યોજાયા
- byDamanganga Times
- 25 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૪ ઃ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (ઝ઼ન્લ્ખ્), સેલવાસ દ્વારા સોમવારે દાદરા અને નગર હવેલીમાં બે અલગ-અલગ સ્થળોઍ કાનૂની જાગૃતિ અને સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે કાર્યક્રમો યોજાયા હતા. બંને કાર્યક્રમોમાં કુલ ૩૦૦થી વધુ લોકોઍ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉમરકુઈ લીગલ ઍઇડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ક્લિનિકનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના લોકોને કાનૂની સહાય અને તેમના અધિકારો અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો છે. કાર્યક્રમમાં ૨૦૦થી વધુ ગ્રામજનોઍ હાજરી આપી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા ઉમરકુઈ ગ્રામ પંચાયતના સરપંચ ગણેશ ભુજાડા, પંચાયત સચિવ રુદ્ર ભટ, ઉપસરપંચ તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યોઍ વિશેષ સહયોગ આપ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓને બાળલગ્ન અને માનવ તસ્કરી અંગે જાગૃત કરાયા બીજી તરફ, ઝંડા ચોક સ્થિત સરકારી મરાઠી માધ્યમ શાળામાં સવારે ૧૦ વાગ્યે કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને બાળ અધિકારો, બાળ સુરક્ષા, માનવ તસ્કરી, બાળલગ્ન પ્રતિબંધ અને મફત કાનૂની સહાય અંગે માહિતી આપવામાં આવી હતી. શાળાનાં આચાર્યા મનીષાબેન તથા શાળાના સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સહાયક અધિક્ષક અનિરુદ્ધ પગડેની દેખરેખ હેઠળ બંને કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા હતા. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓમાં કાનૂની અધિકારો તથા સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ લાવવાનો હતો.
