દમણના ઍડવોકેટે ‘મહાસ્વિમ વિન્ટર મીટ-૨૬’માં સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા
- byDamanganga Times
- 25 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૪ ઃ મહારાષ્ટ્રના પુણે ખાતે ૨૨ યોજાયેલી મહાસ્વિમ વિન્ટર મીટ-૨૦૨૬ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં દમણનું પ્રતિનિધિત્વ કરી રહેલા ઍડવોકેટ સુબે સિંહે શાનદાર પ્રદર્શન કરીને બે મેડલ જીત્યા છે. ૬૦ વર્ષથી વધુ વયજૂથમાં ભાગ લેનારા સુબે સિંહે પોતાની રમતગમતની પ્રતિભા અને ઉત્કૃષ્ટ કૌશલ્યનું પ્રદર્શન કરી દમણનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધા દરમિયાન તેમણે બેકસ્ટ્રોક અને બ્રેસ્ટસ્ટ્રોક ઍમ બે સ્વિમિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ઍક ઇવેન્ટમાં સિલ્વર મેડલ (રજત પદક) અને બીજી ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ (કાંસ્ય પદક) મેળવી સફળતા હાંસલ કરી હતી. ૬૦ વર્ષથી વધુ વયે પણ સ્વિમિંગ જેવી સ્પર્ધાત્મક રમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને બે મેડલ જીતવાની તેમની સિદ્ધિ તેમની મહેનત, સમર્પણ અને રમત પ્રત્યેના જુસ્સાનું ઉત્તમ ઉદાહરણ છે.મહાસ્વિમ વિન્ટર મીટ-૨૦૨૬માં વિવિધ વયજૂથના તરવૈયાઓઍ ભાગ લીધો હતો અને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધા દ્વારા સ્વિમિંગ, ફિટનેસ અને રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
ઍડવોકેટ સુબે સિંહની આ સિદ્ધિ દમણ માટે ગૌરવની વાત છે. તેમણે સાબિત કર્યું છે કે રમતગમત પ્રત્યેનો જુસ્સો, દૃઢ નિડ્ઢય અને સતત મહેનત હોય તો ઉંમર ક્યારેય સફળતામાં અવરોધ બનતી નથી. તેમની આ સફળતા યુવા પેઢી સહિત તમામ વયના લોકો માટે પ્રેરણારૂપ બની છે.
