વલસાડના વ્યાયામ શિક્ષક રાજ્યકક્ષાઍ માસ્ટર ચેમ્પિયશિપમાં ઝળક્યા
- byDamanganga Times
- 25 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ ૯દ્દત્ર્ ગુજરાત રાજ્ય માસ્ટર્સ ચેમ્પિયનશિપ નું આયોજન ઍમ. ઍસ. યુનિવર્સિટી, વડોદરા મુકામે યોજાયો હતો.
આ ચેમ્પિયનશિપમાં વલસાડ ની બાઈ આવાં બાઈ હાઇસ્કુલ, વલસાડના વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા અશોકકુમાર કે.ભાઈ ટંડેલ ૫૦ ( ષ્ટશ્ર્યસ્ન્ ) વય ગૃપમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. ચક્રફેંકમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ, લાંબી કૂદમાં દ્વિતીય ક્રમ મેળવી સિલ્વર મેડલ અને ગોળા ફેંકમાં દ્વિતીય ક્રમ મેળવી સિલ્વર મેડલ મેળવ્યો હતો. આમંત્રિત મહેમાનોના હસ્તે મેડલ તેમજ સર્ટિફિકેટ આપી નવાજવામાં આવ્યા હતા. આમ વલસાડ જિલ્લા તથા શાળાને સિદ્ધિ અપાવનાર અશોક કે. ટંડેલને શાળાના ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશભાઈ પટેલે તેમજ શાળા પરિવારે અશોક ટંડેલને અભિનંદન પાઠવ્યા હતા.
