પારડી હાફ મેરેથોનમાં દમણની યુવતીઓનો દબદબો
- byDamanganga Times
- 25 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ પારડીના વલ્લભ આશ્રમ ખાતે રવિવાર, તા. ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાયેલી હાફ મેરેથોન-૨૦૨૬માં દમણની આલ્ફા ઍથલીટ્રસ જીમની યુવતીઓઍ ઉત્કૃષ્ટ દેખાવ કરી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. જીમના કોચ રાજ સાવંત અને ઉષા સાવંતની આગેવાનીમાં ભાગ લેનારી પાંચથી વધુ યુવતીઓઍ ૨૧ કિમી, ૧૦ કિમી અને ૫ કિમીની આગે વિવિધ વય દોડમાં વિવિધ સ્થાન મેળવી દમણનું નામ રોશન કર્યું હતું. ૨૧ કિલોમીટરની દોડમાં દમણની શ્રેયા કલ્પેશભાઈ ભંડારીઍ પ્રથમ સ્થાન પ્રા કર્યું હતું. જ્યારે ૧૦ કિલોમીટરની દોડમાં તન્વી ભાગરિયાઍ પ્રથમ, જીનલે દ્વિતીય અને શ્રેયા ક્રિષ્ના તથા તેજસ્વી જાંબુઍ તૃતીય સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત ૫ કિલોમીટરની દોડમાં ભૂમિ પટેલ વિજેતા બની હતી.
આમ, આલ્ફા ઍથોલેજ જિંગલ યુવતીઓઍ વિવિધ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરી અનેક ઇનામો પોતાના નામે કર્યા હતા. તેમની આ સિદ્ધિ બદલ કોચ સહિત જીમ પરિવાર અને રમતપ્રેમીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્ના છે.
