Damanganga Times.

Damanganga Times.

November 25, 2026

લીલાપોરની તાલીમ સંસ્થામાં કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો

લીલાપોરની તાલીમ સંસ્થામાં કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૪ ઃ વલસાડના લીલાપોર સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ.) (મહિલા) ખાતે દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૮ ટ્રેડના ૧૩૨ તાલીમાર્થીઓને સર્ટીફીકેટ ઍનાયત કરવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ઍલ્કોમ લી.ના ઇન્ડસ્ટ્રી પાર્ટનર પ્રસાદ ગંગાવકરે જણાવ્યું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં ટેકનિકલ શિક્ષણ અને કૌશલ્ય વિકાસનું ખૂબ જ મહત્વ છે. ત્વ્ત્ જેવી સંસ્થાઓ યુવાનોને વિવિધ વ્યવસાયલક્ષી ટ્રેડમાં તાલીમ આપી રોજગારલક્ષી અને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દીક્ષાંત સમારોહ દરમિયાન તાલીમ પૂર્ણ કરનાર ૮ ટ્રેડ (૧) કમ્પ્યુટર ઓપરેટર ઍન્ડ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ, (૨) વેલ્ડર, (૩) ફીટર, (૪) વાયરમેન, (૫) સુઈંગ ટેકનોલોજી, (૬) કોસ્મેટોલોજી, (૭) થ્રી ડી પ્રિન્ટીંગ અને (૮) કમ્પ્યુટર હાર્ડવેર ના કુલ ૧૩૨ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો ઍનાયત કરવામાં આવ્યાં હતાં. તાલીમાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત તાલીમાર્થીઓને ઍપ્રેન્ટિસશિપ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્વ્ત્ પૂર્ણ કર્યા બાદ વિવિધ ઔદ્યોગિક ઍકમોમાં ઍપ્રેન્ટિસશિપ મેળવી વ્યવહારુ અનુભવ, ટેકનિકલ કૌશલ્ય અને સ્ટાઇપેન્ડ મેળવવાની તકોનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે નીલ દેસાઇ (ઍક્સેલ ઍલ્યુગ્રાફિકસ લી.) તેમજ આઇ.ટી.આઇ.નો સ્ટાફ તથા તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમના અંતે સંસ્થાના તમામ મહાનુભાવો,  કર્મચારીઓ અને તાલીમાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.