Damanganga Times.

Damanganga Times.

November 24, 2026

વલસાડમાં દમણીયા દારૂ સાથે ત્રણ ઝડપાયા

વલસાડમાં દમણીયા દારૂ સાથે ત્રણ ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

વલસાડ, તા. ૨૩ ઃ વલસાડ ન્ઘ્ગ્ પી.આઈ. ઍ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પી.ઍસ.આઈ. જે.જી. વસાવા અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ ને મળેલી  બાતમી  આધારે પોલીસે વલસાડ ટાઉનમાં ઍસ.પી. કચેરી સામેના રોડ પર વોચ ગોઠવતા બાતમી વાળી  ઍક બજાજ રીયલ ઓટો રિક્ષા નં. ઞ્થ્-૧૫-ખ્શ્-૦૮૨૭ ને રોકીને તપાસ કરતા તેમાંથી  દારૂ  બિયર ની કુલ ૪૧૦ બાટલી કિંમત રૂપિયા ૧.૦૭ લાખ રીક્ષાની  કિંમત ૫૦ હજાર  ની ઍક મોબાઈલ ૫ હજાર મળી  કુલ ૧,૬૨,૮૯૪  નો મુદ્દામાલ  સાથે આરોપી ધીરેન્દ્ર કાલીદાસ શીતલાપ્રસાદ દુબે ઉં.વ. ૩૦, હાલ રહે. છીરી, કંચનનગર, વાપી, જિ. વલસાડ; મૂળ રહે. બેલવાંઇ , ઉત્તરપ્રદેશ યોગીતાબેન ઉર્ફે શકુ રોહીતભાઈ ધીરૂભાઈ બીલીમોરીયા ઉં.વ. ૪૩, રહે. બીલીમોરા, તા. ગણદેવી, જિ. નવસારી  યોગીતાબેન ઉર્ફે ચમડી કાંતિલાલ બાવાભાઈ કો.પટેલ ઉં.વ. ૪૦, રહે. દગડ ફળીયા, વણગામ, બીલીમોરા, તા. ગણદેવી, જિ. નવસારી ની ધરપકડ કરી છે. જયારે  ગુનામાં સંડોવાયેલ આશાબેન પટેલ રહે. વણગામ, તા. ગણદેવી, જિ. નવસારી  ને પોલીસે વોન્ટેડ જાહેર કરી  છે. જે અંગે  વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.