વટારમાં જમીન બાબતે ઍક પર હુમલો
- byDamanganga Times
- 24 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ વાપી તાલુકાના વટાર ગામના ડુંગરી ફળિયામાં પૂર્વજોની સંયુક્ત માલિકીની જમીન વેચવાના પૈસાની માગણી મુદ્દે ઍક જ પરિવારના ત્રણ શખ્સોઍ યુવક પર હુમલો કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
વટાર ગામના ડુંગળી ફળિયામાં રહેતા સંજયભાઈ રમણભાઈ પટેલ (ઉં.વ. ૩૯) તેમની માતા સાથે રહે છે. તેમના કુટુંબીજનોની સંયુક્ત માલિકીની પૂર્વજોની જમીન અંભેટી ગામના સાદરવેરી વિસ્તારમાં આવેલી હતી, જે વેચી દેવામાં આવી હતી. આ જમીનના પૈસાની માગણી સંજયભાઈઍ તેમના કુટુંબી ભાઈ રોનકભાઈ દિનેશભાઈ પટેલ પાસે કરી હતી. ગત તા. ૨૦ નવેમ્બરના રોજ સવારે આશરે ૯ વાગ્યે સંજયભાઈ ઘરના આંગણામાં આવેલા પૂજારી માતાના મંદિરે ગયા હતા. ત્યાં રોનકભાઈ તેમની પત્ની ગ્રેસીબેન સાથે હાજર હતા. સંજયભાઈઍ ફરી પૈસા માંગતા રોનકભાઈ ઉશ્કેરાઈ ગયા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ રોનકભાઈઍ ફોન કરી સગા ભાઈ કેવલભાઈ અને કાકાના દીકરા જતીનભાઈ મોહનભાઈને મંદિરે બોલાવ્યા હતા. રોનકભાઈઍ લાકડાથી સંજયભાઈની પીઠ પર માર માર્યો હતો, વાળ પકડી દીવાલ સાથે ઘસડ્યા હતા, જ્યારે જતીનભાઈઍ લાફા મારી પેટમાં ઢીકમુક્કીનો માર માર્યો હતો. ભાગવાનો પ્રયાસ કરતાં ત્રણેયે ફરી પકડી માર માર્યો હતો.
હુમલામાં ઘવાયેલા સંજયભાઈઍ શરૂઆતમાં વટાર અને બલીઠાની સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. દુખાવો વધતાં તા. ૨૧ નવેમ્બરે રાત્રે ૯ વાગ્યે તેમને વલસાડ સિવિલ હોસ્પિટલના પુરુષ વોર્ડ નંબર-૩માં દાખલ કરવામાં આવ્યા હતા. સંજયભાઈની ફરિયાદના આધારે રોનકભાઈ, કેવલભાઈ અને જતીનભાઈ વિરુદ્ધ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
