Damanganga Times.

Damanganga Times.

November 24, 2026

વાપીમાં બે દિવસમાં બે બંધ ફલેટમાં આગ

વાપીમાં બે દિવસમાં બે બંધ ફલેટમાં આગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૩ ઃ વાપી ટાઉનમાં છેલ્લા બે દિવસમાં બે બંધ ફલેટમાં આગ લાગવાની ઘટનાઓ બની છે. 

જેમાં બંને ફલેટની મોટાભાગની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. શનિવારે સુથારવાડમાં સિદ્ધનાથ મંદિર પાસેની બિલ્ડિંગમાં આગ લાગી હતી, જ્યારે રવિવારે ચલા ગુરુકુળ રોડ પર આવેલી શ્રી સિદ્ધિવિનાયક રેસિડેન્સીના ફલેટ નં. ૩૦૪માં આગ લાગી હતી.

રવિવારે સાંજે આગની જાણ થતાં ફલેટ માલિક વિવેક ભારતીના મિત્ર રાહુલ યાદવ આગ બુઝાવવા ફલેટમાં પહોંચ્યા હતા. 

દરમિયાન બારીના કાચ તૂટીને તેમના હાથ પર પડતાં ગંભીર ઈજા થઈ હતી અને હાથની નસ કપાઈ જતાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિકોના આક્ષેપ મુજબ ઘટનાની જાણ  વાપી મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ને કરવા છતાં લગભગ ઍક કલાક મોડી પહોંચી હતી. જેના કારણે આગમાં ફલેટની રહેલી ઘરવખરી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગની ટીમના મોડા આગમનને લઈને સ્થાનિક રહીશો અને ફલેટ માલિકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. 

જોકે ફાયર વિભાગની બે ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રીજા માળે આગ લાગેલી ફલેટમાં પાણીનો મારો ચલાવી ભાગને કાબુમાં લેવાય હતી.