બોડવાડમાં દારૂ સાથે ઍક ઝડપાયો, ચાર વોન્ટેડ
- byDamanganga Times
- 24 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૨૩ ઃ ચીખલી તાલુકાના ટાંકલ ગામ તળાવ ફળિયા ટાંકલ ગામ થી બોડવાક જતા રોડ ઉપર તેમજ વાંઝણા ગામે શેરડીના ખેતરમાંથી મોટા પ્રમાણમાં દારૂના જથ્થાનું ર્કાટિંગ કરવામાં આવી રહ્નાં હોવાની બાતમી ચીખલી પોલીસને મળતા ચીખલી પોલીસે રવિવારે સાંજના સમયે રેડ પાડતા ઍક ઇનોવા કાર જેને આંતરિ કારની તલાસી લેતા કારમાંથી ૧૪ પુઠા ના બોક્સમાં તેમજ ૧૦ પ્લાસ્ટિકની મીણિયા થેલીઓમાં વિદેશી દારૂ વિસ્કી ની બોટલ તથા ટીન બિયર બોટલ નંગ ૬૫૪ જેની કિંમત રૂપિયા ૨.૫૪.૨૨૦ તથા ઍક નંગ મોબાઈલ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ તેમજ ઇનોવા કાર ની કિંમત રૂપિયા ૩.૫૦ લાખ અને વગર નંબરની ઍક્સેસ મોપેડ જેની કિંમત રૂપિયા ૨૫૦૦૦ મળી કુલ ૬.૩૯.૨૨૦ નો મુદ્દા માલ પકડી પાડી દારૂ ભરેલી ઈનોવા કારમાં સવાર બ્રિજેશ ચંદુ પટેલ રહે. નોગામા ગામ પહાડ ફળીયા તા. ચીખલી જેની વધુ પુછ પરછ કરતા આ દારૂનો જથ્થો હેમલ રહે. દમણ જેણે દારૂ ભરેલી કાર આપનાર તેમજ જયેશ ચીમન પટેલ રહે. વાંઝણા ગામ ટપાલ ફળિયું તા. ચીખલી અને નિર્મલ ઉર્ફે કોયો મહેશ પટેલ રહે. વાંઝણા ગામ તા. ચીખલી અને જયેશ નો મિત્ર આ બે શખ્સોઍ દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને આ દારૂનો જથ્થો મહુવા જી. સુરત ખાતે મંગાવનાર જયેશ ચીમન પટેલ નો કોઈ માણસ જેના પુરા નામ સરનામાની ખબર નથી આ શખ્સોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઆઇ પીબી પટેલિયાઍ હાથ ધરી છે.
