Damanganga Times.

Damanganga Times.

November 24, 2026

ડાંગમાં કોîગ્રેસના નેતા સામે દુષ્કર્મની ફરિયાદથી ચકચાર

ડાંગમાં કોîગ્રેસના નેતા સામે દુષ્કર્મની ફરિયાદથી ચકચાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા. ૨૩ ઃ ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનમાં ૨૦ વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજારવાના ગંભીર આરોપસર ૫૦ વર્ષીય કૉંગ્રેસનાં આગેવાન વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આહવા પોલીસ સ્ટેશન માં નોંધાયેલી  ફરિયાદમાં ફરિયાદી  ઍ તહોમતદાર દીપકભાઈ અમૃતભાઈ પિંપળે (ઉં.વ. ૫૦, રહે. મિશનપાડા, તા. આહવા, જિ. ડાંગ) સામે ગંભીર આક્ષેપો કર્યા છે.   પ્રા વિગતો મુજબ, આ ઘટના તા. ૨૨/૧૧/૨૦૨૬ ના રોજ બપોરે ૧૩/૧૫ કલાકથી સાંજના ૧૮/૦૦ કલાક દરમિયાન બની હોવાનું જણાવાયું છે,  ફરિયાદની હકીકત અનુસાર, આહવા તાલુકાની ઍક  ૨૦ વર્ષીય યુવતી સંમતિ આપવા અસમર્થ અને માનસિક રીતે અશક્ત હોવા છતાં તેમજ તેની માનસિક રોગની દવા ચાલુ હોવાની જાણકારી હોવા છતાં, આરોપીઍ તેની ઍકલતાનો ગેરલાભ ઉઠાવ્યો હતો. બદઈરાદે વાંસદા ખાતે કપડાની ખરીદી કરવાના બહાને યુવતીને વાંસદા રોડની બાજુમાં આવેલી હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે, જે સ્થળ વાંસદા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે.ઉલ્લેખનિય છે કે, દીપકભાઈ પિંપળે અગાઉ ભાજપાના આગેવાન અને આહવા તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે,જ્યારે હાલમાં તેઓ ભાજપાને રામ રામ કરી કૉંગ્રેસમાં જોડાયા છે.અને ડાંગ કોંગ્રેસનાં કદાવર આગેવાન હોવાનું પણ જણાવાયું છે. આ મામલે વધુ વિગતો અને તપાસની કામગીરી આહવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.