વાપીમાં પોલીસ પર હુમલો કરનાર આરોપી સામે વધુ ગુના નોîધાયા
- byDamanganga Times
- 24 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ વાપીમાં જ્વેલર્સ ઉપર હુમલા કેસના આરોપીઓને ગઈ કાલે વાપી મીની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવી પરત વાપી ટાઉન પોલીસ સ્ટેશન લઈ જતી વેળા મુખ્ય આરોપી યુગરાજ ઉર્ફે જુગરાજસિંહે પોલીસ પર હુમલો કરતા પોલીસે સ્વબચાવમાં તેના પગમાં ગોળી મારી હતી. આ ઘટનામાં પાછળની સીટમાં બેઠેલા આરોપી જુગરાજસિંહે અચાનક ડ્રાઈવિંગ કરી રહેલા ઍઍસઆઈ સુનિલ મિશ્રા પર હુમલો કરી બંને હાથમાં પહેરેલી હથકડી ઍઍસઆઈના ગળામાં ભરાવી જોરથી ગળું દબાવી પાછળની તરફ ખેંચતાં તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. આ દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. પરમાર, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ અને હેડ કોન્સ્ટેબલ ઋતુરાજસિંહે ઍઍસઆઈને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપી ગળું છોડતો ન હોવાથી વાહન પરનું સંતુલન બગડ્યું હતું.
આરોપીને ગળું છોડી દેવા પોલીસ ઈન્સ્પેક્ટર પરમારે હિન્દીમાં ત્રણ વખત ચેતવણી આપી હતી કે, છોડ દે, નહીં તો ફાયરિંગ કરના પડેગા. તેમ છતાં આરોપીઍ ઍઍસઆઈનું ગળું છોડ્યું નહોતું. દરમિયાન આરોપીઍ પોલીસ ઈન્સ્પેક્ટર પરમારને આંખના ભાગે કોણી મારી હુમલો પણ કર્યો હતો. આખરે ઍઍસઆઈને છોડાવવા અને સ્વબચાવમાં પોલીસ ઈન્સ્પેક્ટર પરમારે પોતાની સરકારી પિસ્તોલથી તેના પગમાં ગોળી મારી હતી.
