ગણદેવીમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જોશ ટીમની બેઠક યોજાઈ
- byDamanganga Times
- 24 November, 2026
(દમણગંગા ટાઈમ્સ)
ગણદેવી, તા.૨૩ ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગણદેવી તાલુકાની ઍનસીસી ચેમ્પિયન્સ મિત્રો, જિલ્લા ટીબી ઍસોસિઍશન, લાયન્સ ક રોટરી ક્લબ તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓની બનેલી તાલુકા કક્ષાની જોશ ટીમની ઍક અગત્યની બેઠક જિલ્લા ટીબી ઓફિસર ડૉ. પિનાકીન પટેલની અધ્યક્ષતામાં તેમજ નવસારી જિલ્લા ટીબી ઍસોસિઍશનના પ્રમુખ પરેશભાઈ અધ્વર્યુ અને ઈન્ચાર્જ બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. પ્રિયંકા પટેલની ઉપસ્થિતિમાં તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ ખાતે મળી હતી.આ બેઠકમાં ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર ડૉ. પિનાકીન પટેલે ટીબીના દર્દીઓનો મૃત્યુદર ઘટાડીને ૪ ટકાથી પણ અંદર લાવવા તેમજ ઍનસીસી કેડેટ્સ સહિત યુવા ટીમને આ અભિયાનમાં જોડવા અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું.વલોટી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી હરિસેવકદાસજીઍ ટીબીના દર્દીઓને અપાતી પૌષ્ટિક આહારની કીટનો દર્દીઓ દ્વારા પૂરતો અને યોગ્ય ઉપયોગ થાય તે અંગે મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. આ ઉપરાંત, લાયન્સ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ચેરમેન પ્રીતિબેન પ્રજાપતિ, પ્રોફેસર અરુણભાઈ નાયક તથા લાયન્સ ક્લબ ગણદેવીના સદસ્યોઍ પણ ચર્ચામાં ભાગ લઈ ગણદેવી તાલુકાને ટીબી મુક્ત બનાવવા માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ, યુવા મંડળો, મહિલા મંડળો અને ભજન મંડળોને કઈ રીતે જોડી શકાય તે અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કર્યો હતો. જોશ ટીમની આ બેઠકમાં યુવાનોઍ પણ પ્રશ્નો પૂછી પોતાની મૂંઝવણો દૂર કરી હતી. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ટીબી ઍસોસિઍશનના સેક્રેટરી અરવિંદભાઈ શાહ, છગનભાઈ ચાંપાનેરી, ટીબી સુપરવાઇઝર અશ્વિનભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, વિરલબેન રાણા, બ્લોક સુપરવાઇઝર ભરતભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્ના હતા.
