તા.૨૭થી ૨૯ નવેમ્બર દરમિયાન ડાંગ જિલ્લાની મુલાકાતે
- byDamanganga Times
- 24 November, 2026
(દમણગંગા ટાઈમ્સ)
આહવા, તા.૨૩ ઃ ગુજરાત રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ આગામી તા. ૨૭, ૨૮ અને ૨૯ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ડાંગ જિલ્લાની સંભવિત ૭૨ કલાકની મુલાકાતે પધારનાર છે.
માન. મંત્રીની આ મુલાકાત અંતર્ગત આગામી તા. ૨૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરે ૧૪ૅં૦૦ કલાક થી જિલ્લા સેવા સદન (કલેક્ટર કચેરી), આહવાના સભાખંડ ખાતે જિલ્લાના નાગરિકોના વિવિધ પ્રશ્નોની ચર્ચા અને તેના ત્વરિત નિરાકરણ માટે જન સુનાવણી જાહેર ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ દરમિયાન માન. મંત્રી સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધી તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળશે. આથી, ડાંગ જિલ્લાના તમામ પ્રજાજનોને જણાવવામાં આવે છે કે, તેઓ પોતાના વ્યક્તિગત કે જાહેર હિતના પ્રશ્નો/રજૂઆતો આગામી તા. ૨૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧ કલાક સુધીમાં જિલ્લા કલેક્ટર કચેરી, આહવાના જનસંપર્ક વિભાગ ખાતે લેખિતમાં રજૂ કરવાના રહેશે તથા અરજદારઍ પોતાના પ્રશ્ન તથા તેના આધાર પુરાવા સાથે રૂબરૂ તારીખ ૨૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરે ૧૩કલાકે કલેક્ટર કચેરી,આહવાના સભાખંડ ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે.
