Damanganga Times.

Damanganga Times.

November 24, 2026

નવસારીમાં રૂ.૧૧.૫૭ કરોડના ખર્ચે DGVCL ની ગ્રામ્ય અને શહેર વિભાગીય કચેરીનું ભૂમિપૂજન કરાયું

નવસારીમાં રૂ.૧૧.૫૭ કરોડના ખર્ચે DGVCL ની ગ્રામ્ય અને શહેર વિભાગીય કચેરીનું ભૂમિપૂજન કરાયું


(દમણગંગા ટાઈમ્સ)

નવસારી, તા.૨૩ ઃ  દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ઝ઼ઞ્સ્ઘ્ન્) દ્વારા નવસારી સીટી વિભાગીય કચેરી તથા નવસારી ગ્રામ્ય વિભાગીય કચેરી તેમજ કબીલપોર પેટા વિભાગીય કચેરીઓના પ્રસ્તાવિત નિર્માણ થનારા ભવનોનું ભૂમિપૂજન રાજ્યના નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ્ હસ્તે સંપન્ન થયું હતું. બંને કચેરીઓનું રૂ. ૧૧.૫૭ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.

 આ પ્રસંગે નાણા મંત્રી કનુભાઈ દેસાઈઍ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વમાં દેશના વીજ ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓના આધુનિકીકરણ અને વીજ વિતરણ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા સતત પ્રયાસો થઈ રહ્ના છે. વીજળી માત્ર સુવિધા નથી, પરંતુ ખેતી, ઉદ્યોગ, વેપાર, શિક્ષણ અને સામાન્ય જનજીવનની પ્રગતિનું મહત્વપૂર્ણ માધ્યમ છે. ગુજરાત વીજ ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. વીજ ઉત્પાદન, વિતરણ અને માળખાકીય સુવિધાઓના વિકાસમાં રાજ્ય સરકાર સતત આયોજનબદ્ધ કામગીરી કરી રહી છે.

 મંત્રી ઍ વધુમાં જણાવ્યું હતું કે, નવસારીમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવી કચેરીઓના નિર્માણ થવાથી કર્મચારીઓને સુવિધાજનક કાર્યપરિસર મળશે તેમજ વીજ ગ્રાહકોની સમસ્યાઓના ઝડપી અને અસરકારક નિરાકરણમાં મદદરૂપ થશે. નવસારી ગ્રામ્ય વિભાગીય કચેરી હેઠળના ૧૮૮ ગામોના કુલ ૧,૪૯,૯૧૯ વીજ ગ્રાહકો તેમજ નવસારી શહેર વિભાગીય કચેરી હેઠળના ૧૫ ગામો અને નવસારી મહાનગરપાલિકા વિસ્તારના કુલ ૧,૪૦,૭૭૬ વીજ ગ્રાહકોને આ નવી કચેરીઓના નિર્માણથી વધુ સારી, સુવિધાજનક અને ગુણવત્તાયુક્ત વીજ સેવાઓ પ્રા થશે. આ નવી માળખાકીય સુવિધાઓ વીજ વિતરણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાની સાથે ગ્રાહકોને સમયસર અને અસરકારક સેવા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં વીજળીની સુવિધા લોકોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વીજળીના કારણે શિક્ષણ, આરોગ્ય, ખેતી, નાના વ્યવસાયો અને રોજગારીની તકોને નવી દિશા મળે છે. સરકારનો હેતુ છેવાડાના માનવી સુધી વિકાસની સુવિધાઓ પહોંચાડવાનો છે. વીજ સંબંધિત ફરિયાદોનો સમયસર નિકાલ થાય અને લોકોને સેવાઓ મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે વીજ વિભાગે સંવેદનશીલતા અને જવાબદારી સાથે કામગીરી કરવી જોઈઍ. નવી કચેરીઓના નિર્માણથી જિલ્લાના નાગરિકોને વધુ સુવિધાજનક અને ગુણવત્તાયુક્ત વીજ સેવાઓ મળશે.

  આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈઍ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે ઝ઼ઞ્સ્ઘ્ન્ સુરતના મેનેજિંગ ડિરેક્ટર કે.જે. રાઠોડે મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતે વલસાડ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર ડી.સી. માહલાઍ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ, જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની, મહાનગરપાલિકા કમિશનર જયેશ ઉપાધ્યાય, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કેયૂરીબેન દેસાઈ, ડીજીવીસીઍલના વિશેષ મુખ્ય ઈજનેર, ઍમ. ઍમ. પટેલ,  અધિક્ષક ઈજનેર પી.ઍન.પટેલ, કાર્યપાલક ઇજનેર અંકુર ઍચ. પટેલ, નાયબ ઇજનેર કે.ઍમ. દલવાડી, જે.સી. પટેલ,  ભુરાભાઈ શાહ સહિતના મહાનુભાવો અને વીજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્નાં હતા.