પારડીની ઍકલવ્ય મોડેલ સ્કુલના ૬ વિદ્યાર્થીઅોનું રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન
- byDamanganga Times
- 24 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૩ ઃ અતુલ લિમિટેડની સી.ઍસ.આર. (ઘ્લ્ય્) શાખા ‘અતુલ ફાઉન્ડેશન’ દ્વારા સંચાલિત ઍકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (ચ્પ્ય્લ્), પારડી (અતુલ વિદ્યામંદિર) ઍ શિક્ષણ અને આદિવાસી વિદ્યાર્થીઓના સશક્તિકરણ ક્ષેત્રે વધુ ઍક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના ગત વર્ષની બેચના છ તેજસ્વી પૂર્વ વિદ્યાર્થીઓને દેશના સર્વોચ્ચ બંધારણીય સ્થાન ઍવા ‘રાષ્ટ્રપતિ ભવન’ ખાતે આયોજિત વિશેષ સંવાદ સત્રમાં ભાગ લેવાનું અને સન્માનિત થવાનું બહુમાન પ્રા થયું છે. ‘જનજાતીય ગૌરવ પખવાડિયા’ (વ્શ્વર્જ્ઞ્ણુશ્ર ભ્શ્વજ્ઞ્ફુફૂ જ્ંશ્વદ્દઁજ્ઞ્ત્ર્દિં્દ) ની ઉજવણીના ભાગરૂપે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરિમામય પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી, કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી જુઅલ ઓરામ અને આદિજાતિ બાબતોના રાજ્ય મંત્રી દુર્ગા દાસ ઉઇકે વિશેષ રૂપે ઉપસ્થિત રહ્ના હતા. આ કાર્યક્રમમાં દેશભરની વિવિધ ચ્પ્ય્લ્ સંસ્થાઓના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અતુલ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ ચ્પ્ય્લ્ પારડી (અતુલ વિદ્યામંદિર) આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉજ્જવળ તકો પૂરી પાડીને સતત આગળ વધારી રહ્નાં છે. શાળાના વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ ભવન માં સન્માનિત થતા જોવા ઍ શાળા પરિવાર તેમજ સમગ્ર અતુલ સમૂહ માટે અત્યંત ગર્વ અને આનંદની વાત છે.
