ધોડીપાડામાં ભાજપાનું નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 24 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૩ ઃ ઉમરગામ તાલુકાના ધોડીપાડા સ્થિત સાંસ્કૃતિક હોલ ખાતે ૧૮૨ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડૉ. નીરવ શાહ વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ સ્નેહમિલન કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માઍ સંબોધન કર્યું હતું. તેમણે કાર્યકર્તાઓને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનસેવાના કાર્યોમાં સક્રિય રહેવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, પ્રજાલક્ષી કાર્યો તથા વિકાસલક્ષી કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે સરકારની ઉપલબ્ધિઓ જનતા સુધી પહોંચાડવા સાથે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અત્યારથી જ સંગઠનના તમામ કાર્યકર્તાઓને સક્રિય બની કમર કસવા હાકલ કરી હતી.
ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડૉ. નીરવ શાહે ઉપસ્થિત તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને જનપ્રતિનિધિઓને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો અને સંગઠનની ઍકતા તથા મજબૂતીનો સંદેશ આપ્યો હતો.
