પારડીમાં સિકયુરીટી ગાર્ડસની ભરતી કરાશે
- byDamanganga Times
- 24 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૩ ઃ સુરક્ષા ક્ષેત્રે કાયમી રોજગારી (૬૦ વર્ષની ઉંમર સુધી) મેળવવાની સુવર્ણ તક! ભારત સરકારના પ્રાઇવેટ સિક્યુરિટી ઍજન્સીઝ (રેગ્યુલેશન) ઍક્ટ (ભ્લ્ખ્ય્ખ્) ૨૦૦૫ અનુસાર અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (પ્લ્પ્ચ્) ના નેજા હેઠળ, ભરતી પ્રક્રિયા ૨૭ નવેમ્બર થી ૩૦ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન, સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા સુધી સરકારી વિજ્ઞાન કોલેજ, પારડી (સ્થળૅં ઞ્ત્ઝ઼ઘ્ બાલદા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક, તાલુકો પારડી, જિલ્લો વલસાડ) ખાતે યોજાશે. શિક્ષિત યુવાનોને આ સુવર્ણ તકનો સંપૂર્ણ લાભ લેવા અનુરોધ છે. પાત્રતાના માપદંડ ૧) શિક્ષણ માં ઓછામાં ઓછું ધોરણ ૧૦ પાસ. ૨) ઉંમર ૧૯ થી ૪૫ વર્ષની વચ્ચે. ૩) ઊંચાઈ ૧૬૫ સેમીથી વધુ. ૪) વજન ૪૮ કિલોથી વધુ હોવું જોઈઍ. ઉમેદવારો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈઍ. ભરતી માટે જરૂરી દસ્તાવેજો ૧) આધાર કાર્ડની નકલ; ૨) માર્કશીટની નકલ (૧૦મા/૧૨મા ધોરણની અથવા સ્નાતકની); ૩) પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફસ. ૪) ૫૦૦ની નોંધણી ફી (માત્ર પસંદગી પામેલા ઉમેદવારો માટે). ભરતી પ્રક્રિયા દરરોજ સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા સુધી ચાલશે. ભરતી અધિકારી મહેશકુમાર સરતાપેઍ વધુમાં વધુ યુવાનોને આ તકનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
