વલસાડ જિલ્લામાં સબસીડાઇઝ ખાતર વેચાણનો પ્રારંભ
- byDamanganga Times
- 24 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૩ ઃ ભારત સરકાર દ્વારા ખેડૂતોને સબસીડાઈઝ ખાતર સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર ઉપલબ્ધ થાય તે હેતુથી જ્લ્ખ્લ્ (જ્ફૂશ્વદ્દજ્ઞ્શ્રજ્ઞ્દ્યફૂશ્વ ર્લ્ીશ્રફૂ ખ્ષ્ટષ્ટશ્રર્જ્ઞ્ણૂદ્દજ્ઞ્ંઁ લ્ક્કસ્ન્દ્દફૂ) ઍપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ ઍપ્લિકેશનના માધ્યમથી ખેડૂતો રિટેલ સબસીડાઈઝ ખાતર વિક્રેતા અથવા સહકારી મંડળી પાસેથી ખાતર ખરીદતા પહેલાં મોબાઈલ દ્વારા ખાતરનું ભ્શ્વફૂ-ણુંંત્ત્જ્ઞ્િઁં (અગાઉથી બુકિંગ) કરી શકશે.
વલસાડ જિલ્લામાં આ સિસ્ટમની અમલવારી તા. ૨૦-૧૦-૨૦૨૬થી શરૂ કરવામાં આવી છે. આ નવી ડિજિટલ વ્યવસ્થાથી ખાતર વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા વધશે, બિનજરૂરી ભીડમાં ઘટાડો થશે તેમજ ખેડૂતોને સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.
જિલ્લાના તમામ ખેડૂતમિત્રોને પોતાની ખેડૂત નોંધણી કરાવી આ નવી ઍપ્લિકેશન મારફતે ખાતરની ખરીદી અંગેની માહિતી મેળવવા અને તેનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. આગામી સમયમાં શરૂ થનારી પ્રી-બુકિંગ સુવિધાનો ઉપયોગ કરવા માટે પણ ખેડૂતોને માહિતગાર રહેવા જણાવાયું છે.ખેડૂતોને આ નવી વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન અને સહાયતા આપવા માટે ખાતર વિક્રેતાઓ, સહકારી મંડળીઓ તથા ખેતીવાડી વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ માહિતી માટે નજીકની તાલુકાની મદદનીશ ખેતી નિયામકની કચેરી અથવા જિલ્લા કક્ષાઍ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરીનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
