Damanganga Times.

Damanganga Times.

November 24, 2026

વાપીના બાપા સીતારામ આશ્રમ ખાતે તુલસી વિવાહ કાર્યક્રમ યોજાયો

વાપીના બાપા સીતારામ આશ્રમ ખાતે તુલસી વિવાહ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૩ ઃ વાપીના બલીઠા હાઈવે નજીક આવેલા મીની બગદાણા ઍવા બાપા સીતારામ આશ્રમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.

તુલસી વિવાહના આ કાર્યક્રમમાં ઠાકોરજી પરિવારમાં ભરવાડ સમાજ તરફથી તુલસી માતા પરિવારમાં અલ્પેશભાઈ કિકુભાઈ પટેલે ભવ્ય આયોજનમાં સિંહ ફાળો આપ્યો હતો.

બાપા સીતારામ આશ્રમ ટ્રસ્ટી મંડળ અને સેવક મંડળ દ્વારા ૧૦ હજારથી વધુ ભક્તોને મહાપ્રસાદમાં શાક, રોટલી, ભજીયા અને ફ્રૂટસેલાડ ખવડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંજે ૭ થી રાત્રે ૯ વાગ્યા સુધી ઘોર રાસનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન ઠાકોરજીની જાનમાં હજારો ભક્તો મન મૂકીને નાચ્યા હતા.સમગ્ર આશ્રમ પરિસરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. તુલસી માતા અને ઠાકોરજીના લગ્નના દર્શન કરવા માટે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન વિધિ સંપન્ન થઈ હતી. ત્યારબાદ ભક્તોઍ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ભરવાડ સમાજ સહિત અનેક સમાજના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. ટ્રસ્ટી મંડળ દ્વારા ભક્તો માટે પાણી, બેસવાની વ્યવસ્થા અને ર્પાકિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. 

સેવક મંડળના યુવાનોઍ દિવસભર સેવા આપી હતી. રાત્રે ઘોર રાસમાં મહિલાઓ, યુવાનો અને વડીલોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભક્તિમય વાતાવરણમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો. આયોજનને સફળ બનાવવા બદલ ટ્રસ્ટી મંડળ અને સેવક મંડળનો ભક્તોઍ આભાર માન્યો હતો.