Damanganga Times.

Damanganga Times.

November 24, 2026

વલસાડના લીલાપોરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો

વલસાડના લીલાપોરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો


વલસાડ, તા.૨૩ ઃ વલસાડના લીલાપોર સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ.) (મહિલા) ખાતે દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૮ ટ્રેડના ૧૩૨ તાલીમાર્થીઓને સર્ટીફીકેટ ઍનાયત કરવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ઍલ્કોમ લી.ના ઇન્ડસ્ટ્રી પાર્ટનર પ્રસાદ ગંગાવકરે જણાવ્યું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં ટેકનિકલ શિક્ષણ અને કૌશલ્ય વિકાસનું ખૂબ જ મહત્વ છે. ત્વ્ત્ જેવી સંસ્થાઓ યુવાનોને વિવિધ વ્યવસાયલક્ષી ટ્રેડમાં તાલીમ આપી રોજગારલક્ષી અને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  દીક્ષાંત સમારોહ દરમિયાન તાલીમ પૂર્ણ કરનાર ૮ ટ્રેડ (૧) કમ્પ્યુટર ઓપરેટર ઍન્ડ -ોગ્રામીંગ આસિસ્ટન્ટ, (૨) વેલ્ડર, (૩) ફીટર, (૪) વાયરમેન, (૫) સુઈંગ ટેકનોલોજી, (૬) કોસ્મેટોલોજી, (૭) થ્રી ડી પ્રિન્ટીંગ અને (૮) કમ્પ્યુટર હાર્ડવેર ના કુલ ૧૩૨ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો ઍનાયત કરવામાં આવ્યાં હતાં. તાલીમાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.