Damanganga Times.

Damanganga Times.

November 24, 2026

વાપીના લાયન મુકેશ પટેલે FDI ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી

વાપીના લાયન મુકેશ પટેલે FDI ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૩ ઃ  લાયન્સ ઈન્ટરનેશનલની પ્રતિષ્ઠિત ફેકલ્ટી ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ  ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને લાયન મુકેશ પટેલ, પીડીજી ઍ વાપી સહિત સમગ્ર લાયન્સ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

આ સિદ્ધિ બદલ તેમણે ડૉ. પી. સી. જોશી, આનંદજી, રાજ ભૈયા, દિપકભાઈ, કશ્મા જી અને ડીજી હેમલભાઈ તેમજ ડીજી ગિરવનભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સિદ્ધિ સાથે લાયન મુકેશ પટેલે પોતાનું જ્ઞાન, અનુભવ અને નેતૃત્વ કૌશલ્ય સાથી લાયન્સ સભ્યો અને સમાજ સાથે વહેંચવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

તેઓ હંમેશા લીડરશીપ ડેવલપમેન્ટ, ગોલ સેટિંગ, કોમ્યુનિકેશન, ટીમ બિલ્ડિંગ, મેમ્બર રિટેન્શન, કોમ્યુનિટી સર્વિસ અને પર્સનલ ડેવલપમેન્ટ જેવા વિષયો પર લેક્ચર આપવા, ટ્રેનિંગ સેશન યોજવા અને પોતાની કુશળતા શેર કરવા તત્પર રહેશે.

કોઈપણ લાયન્સ ક્લબ, ડિસ્ટ્રિક્ટ કે સંસ્થા આમંત્રણ આપશે તો તેઓ શીખવા, નેતૃત્વ અને સમાજની ભલાઈ માટે પોતાનો સમય અને સેવાઓ સમર્પિત કરવા તૈયાર છે.