Damanganga Times.

Damanganga Times.

November 24, 2026

કપરાડામાં નવનિર્મિત મામલતદાર કચેરીનું બાંધકામમાં હલકી સામગ્રીનો આક્ષેપ

કપરાડામાં નવનિર્મિત મામલતદાર કચેરીનું બાંધકામમાં હલકી સામગ્રીનો આક્ષેપ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નાનાપોંîઢા, તા. ૨૩ ઃ સમસ્ત કપરાડા આદિવાસી સમાજના અગ્રણી જયેન્દ્ર ગાંવિતે મામલતદારને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માંગ કરી

કપરાડા તાલુકા મથકે હાલ નવનિર્મિત મામલતદાર કચેરીના મકાનનું બાંધકામ ચાલી રહ્નાં છે. ત્યારે આ બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. સમસ્ત કપરાડા આદિવાસી સમાજના અગ્રણી જયેન્દ્ર ગાંવિત દ્વારા આ મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવી બાંધકામની ગુણવત્તા અંગે યોગ્ય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, હાલે નિર્માણાધીન મામલતદાર કચેરીના મકાનમાં હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવી રહ્ના હોવાની ફરિયાદ ઊઠી છે. ઍટલું જ નહીં, બાંધકામ દરમિયાન જરૂરી તકેદારીઓ રાખવામાં આવતી નથી અને ખાસ કરીને ચણતર સહિતના કામમાં પાણીનો યોગ્ય છંટકાવ પણ કરવામાં આવતો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાંધકામની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સરકારી માર્ગદર્શિકા અને બાંધકામના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

સરકારી કચેરીનું મકાન ઍ સામાન્ય બાંધકામ નથી, પરંતુ વર્ષો સુધી પ્રજાના ઉપયોગમાં આવનાર જાહેર મિલકત છે. આવા મહત્વપૂર્ણ મકાનના નિર્માણમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થવી જોઈઍ. તેમ છતાં આ બાબતે સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા પણ પૂરતું ધ્યાન આપવામાં આવતું ન હોવાની નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

જયેન્દ્ર ગાંવિતે તંત્ર સમક્ષ માંગ કરી છે કે બાંધકામની તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, વપરાતા મટીરિયલની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓની હાજરીમાં સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે. જો બાંધકામમાં કોઈ ક્ષતિ કે ગેરરીતિ જણાય તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

જાહેર નાણાંમાંથી બનતી સરકારી ઇમારતનું બાંધકામ મજબૂત અને ગુણવત્તાયુક્ત બને તે માટે તંત્ર દ્વારા સત્વરે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.