જાહેર માર્ગો પર દબાણ કયારેય ચલાવી લેવાય નહીં : કલેકટર
- byDamanganga Times
- 24 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૩ ઃ વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટર નિતિન સાંગવાનના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજુ કરાયેલા વિવિધ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. કલેકટરાલયના સભાખંડમાં મળેલી બેઠકમાં ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે ઉમરગામ તાલુકાના ગોવાડા ગામે સર્વે નં. ૯૧૬ની જમીનના અરજદારનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, તેઓ ૯૫ વર્ષથી રહેતા આવ્યા છે અને કોઈ કારણસર જમીન સરકારી શીર પડતર બતાવે છે. આ પ્રકારે ઉમરગામ તાલુકામાં ઘણા ખેડૂતો અશિક્ષિત અને ખેતી કરે છે. તેમ છતાં તેમની જમીન સરકાર હસ્તક દાખલ કરી છે. આ પ્રકારની જમીન ૫૦ વર્ષથી ખેડૂત ખેડતા હોય તો જમીન પુનઃ ખેડૂતોને આપવા રજૂઆત કરી હતી, જેના જવાબમાં ઉમરગામના મામલતદારે જણાવ્યું કે, જમીન શીર પડતર હેડે ચાલતી હોય તો અરજદારને વાંધો હોય તો અપીલ રાહે દાદ મેળવી શકે છે.
ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે વલસાડના ફલધરા ગામમાં પર્યટન સ્થળ તરીકે જાણીતા જલારામધામમાં જલારામ જંયતીના દિવસે રાત્રિના ૯-૩૦ કલાકે ભજન સત્સંગ પોલીસ દ્વારા બંધ કરાવી દેવાતા ભકતોની લાગણી દુભાય હોવાની રજૂઆત કરી હતી, જે મામલે જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાઍ કહ્નાં કે, આ બાબતે મારુ ધ્યાન દોરવુ હતું, જેથી સમસ્યાનો ઉકેલ તુરંત લાવી શકયા હોત. ઉમરગામ ધારાસભ્ય ઍ તાલુકામાં વિવિધ સ્થળે મંજૂર થયેલી હાઈસ્કૂલ, છાત્રાલય અને સાયન્સ કોલેજનું કામ ચાલુ ન થવા અંગે રજૂઆત કરી હતી. જે અંગે કામગીરી ચાલુ થઈ હોવાનું કાર્યપાલક ઈજનેર જતીન પટેલે જણાવ્યું હતું. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે હાલમાં ધરમપુરથી નાનાપોંઢા રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન ૧૧ વાહનોને જ કરવામાં આવ્યા હોવાથી કામગીરી અટકી ગઈ હોવાનું જણાવી કાયદેસર કાર્યવાહી કરી વહેલી તકે વાહન મુક્ત કરવા જણાવતા કલેકટર નિતિન સાંગવાને દંડનીય કાર્યવાહી કરી વાહનો મુક્ત કરાશે ઍમ જણાવ્યુ હતું.
વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે વલસાડ શહેરના વિવિધ માર્ગો પર દુકાનદારો દ્વારા બહાર મુકવામાં આવતા હોડિંગ્સ, બેનર અને સ્ટેચ્યુના કારણે રસ્તા પર ટ્રાફિક જામ અને વાહન ર્પાકિંગની સમસ્યાથી તમામ લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે ત્યારે આ મામલે પાલિકા અને પોલીસ દ્વારા ઍક બે દિવસ નહીં પરંતુ સતત કડક કામગીરી કરવા જણાવ્યું હતું, જે મામલે કલેકટર નિતિન સાંગવાને પાલિકાના ચીફ ઓફિસરને કડક શબ્દોમાં જણાવ્યું કે, જાહેર માર્ગ ઉપર દબાણ કયારેય ચલાવી લેવાય નહીં. આ મામલે માત્ર ઍક દિવસ નહીં પણ રોજે રોજ કામગીરી થવી જોઈઍ અને ટીમ બનાવી કયારેક સરપ્રાઈઝ ચેકિંગ પણ થવુ જોઈઍ, દુકાન બહારથી જે પણ સામાન ઉંચકો તે પરત પણ કરવો જોઈઍ નહીં.
ભાગ – ૨ ની બેઠકમાં દર મહિનાના પ્રથમ રવિવારે જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓ દ્વારા થતા સ્વચ્છતા અભિયાનની કામગીરીનું પ્રેઝન્ટેશન દ્વારા સમીક્ષા કરી હતી. જેમાં સફાઈ અભિયાન બાદ પણ વારંવાર જે તે સ્થળ ઉપર સ્થાનિક લોકો દ્વારા ગંદકી કરવામાં આવતી હોય તો તેવા લોકો સામે મોટી રકમમાં દંડનીય કાર્યવાહી કરવા માટે સૂચન કર્યુ હતું. જો દંડ ન ભરે તો તેઓની મિલકતમાં બોજો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવા કલેકટરે જણાવી આપણા વલસાડને સ્વચ્છ રાખવાની જવાબદારી સૌની છે ઍમ જણાવ્યુ હતું. ગંદકી થતી રોકવા માટે જાહેર જનતા ઉપર પણ અંકુશ લાગશે તો જ સ્વચ્છતા અભિયાન સાર્થક ગણાશે. જે માટે ગંદકી ફેલાવતા દુકાનદારોની દુકાન સીલ કરવા સુધીની કાર્યવાહી કરવી પડે તો પીછેહઠ નહીં કરવા કલેકટરઍ સૂચન કર્યુ હતું. સંકલન બેઠકમાં આ સિવાય પણ વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વંદના મીણા, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિત સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા. બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર કે.ઍસ.ડાભીઍ કર્યું હતું.
