વલસાડ કડૈયા-ઔરંગા જુનો પુલ ખુલ્લો મુકાયો પણ વન-વેથી ટ્રાફિક
- byDamanganga Times
- 24 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ ઃ આવતા ચોમાસા પહેલા કાર્યરત થનારા નવા ઊંચા દ્વિમાર્ગી ઔરંગા નદી સ્મશાનભૂમિ પાસે ના રાજ્ય ધોરીમાર્ગ ૭૦૧ વલસાડ ગુદલાવ ખેરગામને જોડતા નવા ભૂલને ૧૫ જુલાઈ ૨૬ સુધીમાં કાર્યરત કરવાનો હતો પણ હવે પછી ક્યારે કાર્યરત થશે તેની સંપૂર્ણ માહિતી માર્ગ મકાન વિભાગે મુકાવી નથી. ગત ચાર દિવસ માટે ગર્ડળ્સ લોન્ચિંગની કાર્યવાહી ના લીધે ૪ દિવસનો સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ કરાયો હતો કામગીરી પૂરી થતાં ૨૧મી થી દિવસનો વાહન વ્યવહાર ચાલુ તો થયો પરંતુ ધમડાચી તરફથી પ્રવેશતા અને સ્મશાન ભૂમિના દરવાજા પાસે જે રસ્તો છે તે સાંકડો થઈ જવાથી દ્વિમાર્ગી વાહન ચાલકોને ભારે પરેશાની વેઠવી પડે છે. જેથી બાંધકામ સામગ્રી ખસેડી રસ્તો વધુ પહોળો કરાય તેવી લોક માંગ છે. ગુંદલાવ- હાઈવેને જોડતા રેલવે ઓવરબ્રીજ બનાવવા કોઈ પ્રગતિ ન થઈ હોય આ ચોમાસામાં પણ અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી આ લાખોનો ઊંચો પુલ ૪૦ ગામ- હાઈવૅના લોકો માટે નકામો સાબિત થશે. ગત ચાર દિવસ અને તે પૂર્વે સાત દિવસ પુલની કામગીરીના લીધે હાલનો રસ્તો બંધ કરેલ પણ તેના માટેના વૈકલ્પિક રસ્તાઓ અધૂરા ખરાબ હોય લોકોઍ વાયા ધરમપુર કે કુંડી ફાટકથી વધારે બળતણ ફૂંકી વધુ સમય બગાડી પ્રવાસ કરવો પડ્યો. સંસદ સભ્ય ધવલ પટેલે લીલાપોર રેલઓવરબ્રિજ ખુલ્લો તો મુક્યો પણ તેને જોડતો નંદાવલા સુધીનો રસ્તો અને સ્લેબ ડ્રેન હજુ પણ થયા ન હોય બિન ઉપયોગી છે વૈકલ્પિક તરીકે તેનો ઉપયોગ થતો નથી.
