Damanganga Times.

Damanganga Times.

November 24, 2026

વલસાડ જિલ્લામાં ભાજપાની સંવિધાન ગૌરવ દિન ઉજવવાની તૈયારી

વલસાડ જિલ્લામાં ભાજપાની સંવિધાન ગૌરવ દિન ઉજવવાની તૈયારી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૨ ઃ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મુખ્ય કાર્યાલય શ્રી કમલમ વલસાડ ખાતે આગામી તારીખ ૨૬ નવેમ્બર ના રોજ યોજાનાર સંવિધાન ગૌરવ દિવસ અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ  હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને વલસાડ-ડાંગના સાંસદ, લોકસભાના દંડક ધવલભાઈ પટેલ તેમજ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, પરિષદમાં હેમંતભાઈ કંસારા ઍ જણાવ્યું હતું કે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં ૨૬ નવેમ્બરનો દિવસ અત્યંત ગૌરવપૂર્ણ છે. વલસાડ-ડાંગના સાંસદ, લોકસભાના દંડક  ધવલભાઈ પટેલે પત્રકાર પરિષદ ને સંબોધન કરતા જણાવ્યું હતું કે, બંધારણ ગૌરવ દિવસ (૨૬ નવેમ્બર) નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકરના સમાનતા, ન્યાય અને બંધુતાના મૂલ્યોને યાદ કરતા જણાવાયું છે કે  બાબાસાહેબના જીવન સાથે જોડાયેલા પાંચ સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવીને તથા ડિજિટલ પેમેન્ટ ઍપને ઁગ્ણ્ત્પ્ઁ નામ આપીને તેમને સાચું રાષ્ટ્રીય સન્માન અપાયું છે. જયારે આજે બંધારણના રક્ષણની વાતો કરતી કોંગ્રેસે ૨૫ જૂન ૧૯૭૫ના રોજ દેશમાં કટોકટી લાદીને લોકશાહી અને નાગરિક અધિકારોનું હનન કર્યું હતું. વર્ષો સુધી સત્તામાં રહેવા છતાં કોંગ્રેસે બાબાસાહેબના વિચારોની અવગણના કરી હતી. સાંસદ શ્રી ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં યોજાનારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો જેમ કે આંબડેકરની પ્રતિમાની સફાઈ, પદયાત્રા, સંવિધાન અંગે શપથ લેવા જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.