ભાગડાવડામાં ભાજપાનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું
- byDamanganga Times
- 24 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૩ ઃ વલસાડના ધારાસભ્ય ભરત પટેલના વલસાડ ના ભાગડાવડા ગામના નિવાસસ્થાને ભાજપ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના તમામ ધારાસભ્યોના નિવાસસ્થાને યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત વલસાડમાં પક્ષના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્ના હતા.
આ સ્નેહમિલન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. ઉપસ્થિત કાર્યકરોઍ વિશાળ ન્ચ્ઝ઼ સ્ક્રીન પર તમામ નેતાઓના પ્રેરક સંબોધન સાંભળ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ભરત પટેલે સૌ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે, વલસાડ વિધાનસભા વિસ્તારના કાર્યકરોની અથાગ મહેનતને બિરદાવવા માટે આ સ્નેહમિલન અને સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અંગે વિશ્વાસ વ્યક્ત કરતા ભરત પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ભાજપનું સંગઠન અત્યંત મજબૂત છે અને પક્ષ ચૂંટણી માટે સંપૂર્ણ સજ્જ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેમના મતવિસ્તારના ૫૬ ગામોમાંથી અંદાજે ૫૫ ગામોમાં ભાજપ પ્રેરિત સરપંચો ચૂંટાયેલા છે અને આગામી ચૂંટણીમાં પણ જીતનો આ જ સિલસિલો યથાવત રહેશે. સમારોહ દરમિયાન વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓ અને આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
