વલસાડના ખેલાડીઍ ૧ ગોલ્ડ અને ૧ બ્રોન્ઝ મેડલ મેળવ્યો
- byDamanganga Times
- 24 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૩ ઃ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માં તાજેતરમાં યોજાયેલી કૂડો (ધ્્યફું) રમતની ત્રણ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મૂળ કચ્છના આશાપર ગામના અને હાલ વલસાડ સ્થિત નિર્મિત તૃ પાર્થ ગજરા (ભાનુશાલી)ઍ શાનદાર પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાત, વલસાડ અને કચ્છી ભાનુશાલી સમાજનું નામ રોશન કર્યું છે.
દેશભરમાંથી આવેલા ૫,૪૭૩ જેટલા ખેલાડીઓ વચ્ચે જામેલી આ કાંટાની ટક્કરમાં નિર્મિતે પોતાની અદભુત રમતકલા, શિસ્ત અને આત્મવિશ્વાસના જોરે ઍક ગોલ્ડ મેડલ અને ઍક બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે.
નિર્મિતની ત્રણેય સ્પર્ધાઓમાં સહભાગિતાની વિગતો ૧૮મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કૂડો ટુર્નામેન્ટ ૨૦૨૬-૨૭ (૧૫ થી ૧૭ નવેમ્બર, ૨૦૨૬) – કેટેગરી શ્-૧૦ ગ્ંક્કસ્ન્ (+૩૯ ધ્ઞ્)
૧૭મી કૂડો નેશનલ ટુર્નામેન્ટ ૨૦૨૬-૨૭ (૧૨ થી ૧૫ નવેમ્બર, ૨૦૨૬) – કેટેગરી શ્-૧૦ ગ્ંક્કસ્ન્ (+૩૯ ધ્ઞ્) ૭મો કૂડો ફેડરેશન કપ ૨૦૨૬-૨૭ (૧૭ થી ૧૯ નવેમ્બર, ૨૦૨૬) – કેટેગરી શ્-૧૧ ગ્ંક્કસ્ન્ (-૩૩ ધ્ઞ્) નાની ઉંમરે આ ત્રણેય મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને બે મેડલ હાંસલ કરવા બદલ નિર્મિત પર ચારેબાજુથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. નિર્મિતે પોતાની આ ઐતિહાસિક સફળતાનો શ્રેય માતા-પિતા તૃબેન અને પાર્થભાઈ ગજરાની પ્રેરણા, પરિવારના સહયોગ તથા કોચના સચોટ માર્ગદર્શનને આપ્યો છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ કચ્છી ભાનુશાલી સમાજ, આશાપર ગામ અને વલસાડના રમતપ્રેમીઓઍ નિર્મિતને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે
અને ભવિષ્યમાં તે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરે તેવી મંગલ કામના વ્યક્ત કરી છે.
