ડુંગરી સાર્વજનિક હાઈસ્કૂલના શિક્ષકની રાજ્ય કક્ષાઍ સિદ્ધિ
- byDamanganga Times
- 24 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૩ ઃ માસ્ટસૅ ગેમ્સ ઍસોસિયેશન ગુજરાત રાજ્ય દ્વારા ૯ મી ગુજરાત રાજ્ય માસ્ટસૅ ઍથ્લેટિકસ ચેમ્પિયનશીપનું આયોજન તા. ૨૨/ ૧૧/ ૨૦૨૬ ને રવિવારના રોજ ઍમ.ઍસ. યુનિવર્સિટી વડોદરા મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લાની સાર્વજનિક હાઈસ્કૂલ ડુંગરીના શિક્ષક ભરતકુમાર રમણલાલ પટેલે ૫૦ પ્લસ વય ગ્રુપમાં ત્રણ રમતોમાં ભાગ લીધો હતો જેમાં ૩૦૦૦ મીટર વૉકમાં ગોલ્ડ મેડલ,૮૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ,૪૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ પ્રા કરી રાજ્યકક્ષાઍ શાળાનું નામ રોશન કર્યું છે શાળાના શિક્ષકની આ સિધ્ધિ બદલ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ,મંત્રી તેમજ શાળાના આચાર્ય રિતેશકુમાર ડી.પટેલે અભિનંદન પાઠવ્યા હતા.
