Damanganga Times.

Damanganga Times.

November 24, 2026

વલસાડ અનાવિલ સમાજ દ્વારા ‘ઉત્સવ ૨૦૨૬’ના મુખ્યદાતાનું સન્માન કરાયું

વલસાડ અનાવિલ સમાજ દ્વારા ‘ઉત્સવ ૨૦૨૬’ના મુખ્યદાતાનું સન્માન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૩ ઃ સમાજની ઍકતા અને સહયોગથી જ દરેક ઉત્સવ ભવ્ય બને છે — આ ભાવનાને સાર્થક કરતા અનાવિલ સમાજ, વલસાડ દ્વારા આયોજિત ‘ઉત્સવ ૨૦૨૬’ નવરાત્રી મહોત્સવને ભવ્ય અને સફળ બનાવવા બદલ સમાજના ઉદાર દાતાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ નવરાત્રી મહોત્સવના આયોજનમાં માતબર દાનની સહાય આપીને મહત્વપૂર્ણ યોગદાન આપનાર  પલ્લવભાઈ રમણલાલ દેસાઈ (ધમડાચી)નું અનાવિલ સમાજ, વલસાડના પ્રમુખ  ગૌતમભાઈ દેસાઈ , ઉપપ્રમુખ જેનુલ ભાઈ દેસાઈ આશિષ ભાઈ  દેસાઈ, મુકેશભાઈ દેસાઈ કારોબારી હોદ્દેદારો તથા ઉત્સવ સમિતિના સભ્યો દ્વારા શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી હાર્દિક સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમાજના હોદ્દેદારોઍ પલ્લવભાઈ દેસાઈના સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાન અને ઉદાર સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી કૃતજ્ઞતાની લાગણી દર્શાવી હતી. ઉપસ્થિત સૌઍ જણાવ્યું હતું કે, આવા ઉદાર દાતાઓનો સહયોગ સમાજની ઍકતા, સંગઠન અને પ્રગતિને વધુ મજબૂત બનાવે છે તેમજ આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બની રહે છે.