વલસાડના પ્રાધ્યાપકના ગણિતના પુસ્તકનું વિમોચન કરાયું
- byDamanganga Times
- 24 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૩ ઃ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરામાં આયોજિત ગુજરાત ગણિત મંડળના ૬૩મા વાર્ષિક અધિવેશનમાં વલસાડના પ્રો. ડૉ. મેહુલભાઈ તિથલીયા દ્વારા લિખિત પ્રથમ પુસ્તક ૅબ્રુફૂશ્વણૂંજ્ઞ્િઁં ર્જ્ફૂશ્વ ંશ્ ર્પ્ીદ્દર્ત્ર્ફૂીદ્દજ્ઞ્ણૂસ્ન્ૅનું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું. ગત તા. ૨૧/૧૧/૨૦૨૬ના રોજ યોજાયેલા આ ગરિમામય સમારોહમાં વલસાડની શેઠ આર. જે. જે. હાઇસ્કૂલના નિવૃત્ત ગણિત શિક્ષક મેઘરાજભાઈ ભટ્ટના હસ્તે તથા અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં આ પુસ્તકનું લોકાર્પણ થયું હતું. આ પ્રસંગની સૌથી વિશેષ અને ભાવુક બાબત ઍ રહી હતી કે ડૉ. મેહુલ તિથલીયાઍ જે ગુરુ પાસેથી ગણિતનું પાયાનું જ્ઞાન મેળવ્યું હતું, તે જ ગુરુ મેઘરાજભાઈ ભટ્ટના હસ્તે તેમના પ્રથમ પુસ્તકનું વિમોચન થયું હતું. ગુરુ-શિષ્ય પરંપરાના આ અનોખા સંગમથી સમગ્ર સભાખંડમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી. વિદ્યાર્થીઓમાં ગણિત વિષય પ્રત્યેનો ડર દૂર થાય અને ગણિત સરળ બને તે હેતુથી લખાયેલા આ પુસ્તકને ઉપસ્થિત તજજ્ઞો અને ગણિતપ્રેમીઓઍ બિરદાવ્યું હતું.
